Gujarat

વંથલીના ભાટિયા-કણજાધાર રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત

જૂનાગઢ, તા.ર૮
વંથલી તાલુકાના કણજાધાર ગામે રહેતા ગીગાભાઈ ભુરાભાઈ લોલાડિયા (ઉ.વ.૪પ)એ મોટર સાઈકલ હીરોહોન્ડા નં.જીજે-૧૧-એએફ-૯૮૪પના ચાલક વિશાલ ખીમજીભાઈ (રહે.કણજાધાર ગામ, તા.વંથલી) વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે કે ફરિયાદીના દીકરા રણજીત ઉર્ફે સંજય પોતાની મોટર સાઈકલ નં.જીજે-૦૩-એક્યુ-રર૭૯નું લઈ ભાટિયા ગામેથી પોતાના ઘરે કણજાધાર તરફ આવતો હતો. ત્યારે કણજા ગામનો વિશાલ ખીમજીભાઈએ પોતાની મોટર સાઈકલ પૂરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરિયાદીના દીકરાની મોટર સાઈકલ સાથે ભટકાવી ફરિયાદીના દીકરા તથા પોતાને ગંભીર ઈજાઓ કરી સારવાર દરમ્યાન ફરિયાદીના દીકરા રણજીત ઉર્ફે સંજયનું મૃત્યુ થયેલ છે. આ અંગે વંથલી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.