(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.રર
જૂનાગઢના વંથલી ખાતેની સ્ટેટ બેંકના લોકરમાંથી ગાદોઈ ગામના પિતા-પુત્ર સોનાના દાગીના લઈને જતા હતા ત્યારે બાઈકની સાઈડ ડેકી તોડી કોઈ તસ્કર ૪.૪૦ લાખના દાગીના ચોરી જતાં ચકચાર મચી જવા પામી છે.
વંથલી તાલુકાના ગાદોઈ ગામમાં રહેતા જશાભાઈ ઉર્ફે ભગાભાઈ કારેથા (ઉ.વ.પ૧)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છે કે, તેઓ તથા તેમનો દિકરો બંને વંથલી એસબીઆઈ શાખાના લોકરમાં રાખેલ આશરે કુલ૧પથી ૧૬ તોલા સોનાના દાગીના જેની કિં.રૂા.૪,૪૦,૦૦૦ જે બેંકના લોકરમાંથી લઈ પોતાની મોટરસાઈકલની સાઈડ પેટીમાં રાખેલ હતા. જે પેટી કોઈ પણ હથિયાર વડે તોડી કોઈ અજાણ્યા ચોરે ચોરી કરી લઈ ગયા છે. આ અંગે વંથલી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
જૂનાગઢ : બે ગાડીને નુકસાન તથા ઘરમાંથી ચોરી
જૂનાગઢ શહેરમાં જલારામ સોસાયટી ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ બ્લોક નં.બી-ર-૪૦૧માં રહેતા આનંદ જીતેન્દ્રભાઈ વિભાકર (ઉ.વ.૪ર)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છે કે, આ કામના કોઈ અજાણ્યા આરોપીએ ફરિયાદીની ગાડી નં.જીજે-૧૧-ટીટી-૧૪૯૮ તથા જીજે ૧૧ ટીટી પ૬૧રમાં નુકસાન કરી સાહેદ દેવાંગભાઈના રહેણાંક મકાનના દરવાજાનો તાળા સહિત નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂા.૪,ર૦૦ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.