(એજન્સી) હૈદરાબાદ, તા.૧૮
હૈદરાબાદની મીર આલમ મંડી પાસે આવેલા ટીઆરએસ ઓલ્ડ સિટી ભવન ખાતે મગરીબની નમાઝ બાદ આજે જાહેરસભાનું આયોજન કરવામાં આવશે. ટીઆરએસના વરિષ્ઠ નેતા રાશદ શરીફની આગેવાની હેઠળ બેઠક યોજવામાં આવશે. ડેક્કન વકફ પ્રોટેકશન સોસાયટીના અધ્યક્ષ ઉસ્માન બિન મોહંમદ અલ હાજરી, ટીવીએફના સચિવ સઈદ કરીમુદ્દીન શકીલ, ઈન્સાફ સંસ્થાના અધ્યક્ષ અને વિખ્યાત વકીલ સઈદ અસકર, ગ્રેટર હૈદરાબાદના સંયોજક કમાલ અથેર સહિતના મહાનુભાવો બેઠકનો સંબોધશે. સઈદ સલીમે ભારે સંખ્યામાં લોકોને આ બેઠકમાં હાજરી આપવા અપીલ કરી હતી.