(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
જો આપણે ૨૦૨૧માં હોત તો આપણને વડાપ્રધાન મોદીએ ૨૧ લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હોત. જેમ એમણે ગઈકાલે રાષ્ટ્રને સંબોધન કરતા જાહેર કર્યું હતું કે “૨૦ મેં સે ૨૦”. અમને મોદીએ આશ્ચર્યમાં મુક્યું છે કે તેઓ આ આંકડો ક્યાંથી લાવ્યા છે. પણ આંકડો વડાપ્રધાન માટે મજબુત મુદ્દો નથી. યાદ કરો એમણે બિહારની ચૂંટણીઓ વખતે બિહારને ૧ લાખ ૨૫ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું. યાદ કરો એમણે દરેક વ્યક્તિને ૧૫ લાખ રૂપિયા આપવા વચન આપ્યું હતું પણ એમાં શરત એ હતી કે જો કાળું નાણું વિદેશ થી આવશે તો આપીશ. પણ જો કે ૬ વર્ષમાં કાળું નાણું પાછું નથી આવ્યું એ માટે ૧૫ લાખ ભૂલી જાવો. વધુ માં આપણા ગૃહ મંત્રી સાહેબે કહ્યું હતું કે એ તો જુમલો હતો.
વધુ મુશ્કેલી આપવાની વાત એ છે કે સરકાર પૈસા કઈ રીતે આપશે? આઈ.એમ.એફ. અને વર્લ્ડ બેંક પાસેથી ઉછીના નાણા લઇ રહી છે એમાંથી આપશે. અથવા રિઝર્વ બેંકની તિજોરી ખોલાવશે. સરકાર રાજ્ય સરકારોને એમના હિસ્સાના જી.એસ.ટી.ના પૈસા પણ આપતી નથી. ગયા મહીને સરકાર પાસે પૈસા ન હતા કે તે સ્થળાંતર કામદારોને એમના ઘરે મોકલી શકે. અથવા એમના માટે ભોજનની વ્યવસ્થા કરી શકે. વધુમાં વડાપ્રધાને પી.એમ.કેર્સ ફંડ શરુ કર્યું છે જેમાં ઉદારતા થી દાન આપવા લોકો ને અપીલ કરવામાં આવે છે . અને ઘણાં બધાએ મને ક-મને દાન માં કરોડો રૂપિયા આપ્યા છે. ત્યાં સુધી કે નોકરિયાત વર્ગ પાસે થી પણ ઉઘરાણી કરી છે.
એ માટે આ મોટો આંકડો ઘણાં અર્થ ધરાવે છે. વડા પ્રધાન ભાષણ આપવામાં એક્કા છે અને એમાય સંસ્કૃત બોલીને એ વધુ મહાન થવા જાય છે. એ માટે આપણે સંસ્કૃત ની જ એક ઉક્તિ ટાંકીએ. જે મુજબ ‘ “વચનેશું કિમ દરિદ્રતા” અર્થાત વચન આપવામાં કેમ ગરીબાઈ હોવી જોઈએ. જાહેરાત કરવામાં કોઈ ખર્ચ થતું નથી. મોદી ના ભાષણ થી બધા રાજી થયા હશે.
તેમ છતાંય એવા લોકો પણ છે જેઓ મોદી ના ૩૩ મિનીટ ના ભાષણ થી નિરાશ થયા હશે. વડા પ્રધાને પેકેજ ની વિગતો આપી ન હતી. એ નાણા મંત્રી ઉપર છોડી દીધું હતું. પણ આ ૩૩ મિનીટ ના સંબોધન માં કોઈ તત્વ દેખાયું ન હતું. ૨૦ લાખ કરોડ નો આંકડો કદાચ ગેર માર્ગે દોરનાર પુરવાર થઇ શકે. વાયરસ ને અટકાવવા જે સારું કાર્ય સરકારે કર્યું હતું એ ધોવાઇ ગયું લાગે છે. અમને લાગે છે કે કઈ સારું થવાનું નથી. તેમ છતાંય અમે ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ કે અમે ખોટા પડીએ.
4.5