National

વડાપ્રધાન મોદી માટે માનનીય શબ્દ ન બોલનાર BSFના જવાને ૭ દિવસનો પગાર ગુમાવ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
સરહદી સલામતી દળ (બીએસએફ)ના જવાને વાડપ્રધાન માટે માનનીય શબ્દનું ઉચ્ચારણ ન કરતા તેણે ૭ દિવસનો પગાર કપાઈ ગયો છે. આ ભૂલ બીએસએફના જવાનને ભારે પડી હતી. આ ઘટના ર૧ ફેબ્રુઆરીએ બની હતી. જ્યારે બંગાળના નાદિયા જિલ્લાના મહાતપુરા ખાતે બીએસએફની ૧પમી બટાલિયનના મુખ્ય મથકે પરેડ દરમ્યાન બની હતી. પરેડ દરમ્યાન જવાને મોદી પ્રોગ્રામ શબ્દ ઉચ્ચાર્યો હતો. જે વડાપ્રધાન માટે અનુચિત હતો. જવાન સંજીવકુમારને વડાપ્રધાન મોદી માટે અપમાનજનક શબ્દ બદલ બીએસએફ દ્વારા શિસ્તભંગની કાર્યવાહી કરાઈ હતી. બીએસએફના કાનૂન-૪૦ મુજબ જવાન દોષિત ઠર્યો હતો. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓએ શિક્ષાને કઠોર બતાવી હતી.