(એજન્સી) તા.ર૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૬ જૂને ઉત્તરપ્રદેશના ૧.રપ કરોડ મજૂરો તેમજ શ્રમિકોને રોજગાર આપવાની જાહેરાત કરશે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ યોજનાની શરૂઆત થશે. વડાપ્રધાન આ દરમિયાન કેટલાક મજૂરો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત પણ કરશે. ગ્રામ્ય વિકાસ વિભાગ અને પંચાયતી રાજ વિભાગને તેની તૈયારીઓની જવાબદારી સોંપી છે. મુખ્યમંત્રી સોમવારે પણ આ સંબંધમાં તૈયારીઓની સમીક્ષા બેઠક કરશે. મુખ્યમંત્રી ઈચ્છે છે કે, યુપીના શ્રમિકો અને મજૂરોને બીજા રાજ્યોમાં કામની શોધમાં જવુંં પડે છે. માટે યુપી પરત ફરેલા શ્રમિકોની સાથે અહીં રહેતાં લોકોને રોજગારની યથાસંભવ વ્યવસ્થા કરવા ઈચ્છે છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર એક કરોડ શ્રમિકો તેમજ મજૂરોને રોજગાર આપવાની દિશામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મનરેગા અને એમએસએમઈમાં સૌથી વધુ રોજગાર આપવામાં આવશે. તેની સાથે જ રાજ્ય સરકારની અન્ય યોજનાઓમાં પણ રોજગાર આપવામાં આવશે. કયા સેકટરમાં કેટલા લોકોને રોજગાર આપવામાં આવશે તેનું વિવરણ અપર મુખ્ય સચિવ ગ્રામ્ય વિકાસ વિભાગ તેમજ પંચાયતી રાજ અને અન્ય વિભાગો સાથે સમન્વય સાધવાની તૈયારી કરશે. ત્યારબાદ તે મુખ્યમંત્રીને તેનો પૂરો રિપોર્ટ સોંપશે. વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન આ માહિતી પણ આપવામાં આવશે કે કયા સેકટરમાં કેટલાને રોજગાર આપવામાં આવશે.