Gujarat

વડોદરામાં કોરોનાના વધુ ૪ કેસ પોઝિટિવ નોંધાતા કુલ ૧૦૬ કેસ નોંધાયા

વડોદરા, તા.૧૩
વડોદરા શહેરમાં આજે વધુ ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના ૧૦૬ કેસ થયા છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ૪ દર્દીઓનો વધારો થયો છે. આ પૈકી ૩ કેસો નાગરવાડાના અને ૧ કેસ રાવપુરાનો છે. વડોદરામાં કુલ કોરોના પોઝિટિવની દર્દીઓની સંખ્યા વધીને ૧૦૬ થઈ ગઈ છે.
વડોદરામાં રવિવારે સસ્તા અનાજની દુકાન ધરાવતા યુવાનનું કોરોના વાયરસથી મોત થતાં શહેરના ૮૦૦ સસ્તા અનાજની દુકાનધારકોએ મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ આપવા કાળી ટી-શર્ટ, કાળી પટ્ટી ધારણ કરી અનાજ વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત આનંદનગરના સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી પારૂલબેન કમલેશભાઈ પટેલને રવિવારે રાત્રે કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો. તેમના પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૧૦૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી માત્ર નાગરવાડા સૈયદપુરા વિસ્તારમાં ૯૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જો કે, રવિવારે પણ વધુ ૭ કેસ નોંધાયા હતા અને કોરોના વાયરસની સારવાર લઈ રહેલા ર૭ વર્ષના યુવાન ભાર્ગવ પટણીનું સારવાર દરમિયાન મોત થયું હતું. રવિવારે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ પોઝિટિવ કેસોમાં ૪ નાગરવાડા સૈયદપુરાના અને એક આજવા રોડ, એક કારેલીબાગનો અને એક બહાર કોલોનીનો હતો. આજે કોરોના વાયરસના વધુ ૪ કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા ૧૦૬ પર પહોંચી ગઈ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.