Gujarat

વડોદરામાં માસ્ક નહીં પહેરનાર ૧૦૦૦ વ્યક્તિ પાસેથી દંડની વસૂલાત

વડોદરા, તા.૨૨
પોલીસ કમિશ્નર દ્વારા કોવિડ- ૧૯ ના સંક્રમણમને ફેલાતું અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માસ્ક નહિ પહેરનાર લોકો વિરુદ્ધ અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સારું છેલ્લા બે દિવસ દરમ્યાન વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી જેના ભાગ રૂપે વડોદરા શહેર ના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોએ પો.સ્ટે.વિસ્તારમાં અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી જાહેર માર્ગો ઉપર સઘન ચેકીંગ કર્યું હતું. આ ઝુંબેશ દરમ્યાન કુલ ૧૦૦૦ વ્યક્તિઓ પાસેથી ૧૦ લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવેલ હતો તેમજ ૬૦ વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નર વડોદરા દ્વારા શહેરના નાગરિકો કોવિડ ૧૯ નો ફેલાવો થતો અટકાવવા સારું ફરજીયાત માસ્ક પહેરે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તેમજ કરફ્યુની અમલવારી કરવામાં સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.