Gujarat

વડોદરા : રેશનિંગની દુકાનોમાં લોકોને અનાજ મળતું ન હોવાની ફરિયાદો

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
કોરોના વાયરસના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં લોકો કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે. ત્યારે સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને રાશન આપવાની જાહેરાત કરવામાં આવતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ મોટાભાગની સસ્તા અનાજની દુકાનોમાંથી રેશનકાર્ડ ધારકોને સરકારની જાહેરાત મુજબનું અનાજ મળતું ન હોવાની વ્યપાક ફરિયાદો ઊઠી રહી છે. ઘણી જગ્યાઓએ તો સસ્તા અનાજની દુકાનો બે દિવસથી ખુલી જ નથી. ગ્રાહકોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગરીબ રાશન કાર્ડ ધારકોને અનાજ આપવાની જાહેરાતો કરીને ઠેકડી ઉડાવી રહી છે.
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં લોકો બે દિવસથી અનાજ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ દુકાન બંધ હોવાના કારણે લોકોને ધક્કા ખાઈને પરત જવાનો વખત આવ્યો છે. દુકાન સંચાલક સરકાર તરફથી પુરવઠો મળ્યો ન હોવાનું ગ્રાહકોને જણાવી રહ્યા છે અને ગ્રાહકોને અલગ-અલગ ટાઈમે બોલાવી રહ્યા છે. પરંતુ જ્યારે ગ્રાહકો આવે છે ત્યારે દુકાન સંચાલક દુકાન ખોલતા ન હોવાનું ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે. ગાજરાવાડી ખાતે આવેલી સસ્તા અનાજની દુકાને વહેલી સવારથી ગ્રાહકોની લાંબી કતારો લાગી હતી. પરંતુ ૧૧ વાગ્યા સુધી દુકાનદારે દુકાન ન ખોલતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.