Downtrodden

વારાણસીમાં ઝેરી ગેસ શ્વાસમાંજતા દલિત સફાઈ કર્મચારીનું મોત

ઘૂરેલાલના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે, તેઓ ૧૫ વર્ષથી વધુ સમયથી સેનિટેશન વર્કર તરીકે કામ કરતા હતા અને ૧૨,૦૦૦ રૂપિયાનો માસિક પગાર મેળવતા હતા

(એજન્સી) તા. ૭
એક દુઃખદ ઘટનામાં, ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લામાં ગટર સાફ કરતી વખતે ઝેરી વાયુઓના સંપર્કમાં આવવાથી દલિત સમુદાયના એક સફાઈ કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આદમપુરા ગામના ભૈસાપુર ઘાટ પર આ ઘટના બની હતી. એક સ્વચ્છતા કાર્યકર, રામ બાબુના અહેવાલમાં જણાવ્યા અનુસાર, રાજઘાટ ખાતે રવિદાસ મંદિરની સામે ગટરના નાકાબંધી અંગે ફરિયાદ આવી હતી. રામ બાબુને મૂકનાયકે ટાંકીને એહવાલ આપ્યો કે, “ઘુરેલાલ (૪૦), અને અન્ય એક સફાઈ કર્મચારી સુનિલને, મછોદરી વિસ્તારથી ભૈસાસુર ઘાટ સુધી ગટર સાફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. ઘુરેલાલ અને સુનીલ દોરડાનો ઉપયોગ કરીને મેનહોલમાં ઉતર્યા હતા.” અન્ય લોકોને ઝેરી ગેસની હાજરી વિશે ચેતવણી આપી હતી, થોડી વાર પછી ઘુરેલાલે જવાબ આપવાનું બંધ કરી દીધું તો સુનિલ મેનહોલમાંથી બહાર આવ્યો. રામ બાબુએ આગળ કહ્યું કે, “અમે અમારા સુપરવાઈઝર બાબુ યાદવને જાણ કરી જે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. અમે પછી રાજઘાટ પોલીસને જાણ કરી, જેમણે તરત જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (દ્ગડ્ઢઇહ્લ)ને બોલાવ્યા હતાં.” દ્ગડ્ઢઇહ્લની ટીમે ઝડપથી ઘુરેલાલને બચાવી લીધો. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘુરેલાલના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો છે. તેઓ ૧૫ વર્ષથી વધુ સમયથી સેનિટેશન વર્કર તરીકે કામ કરતા હતા અને ૧૨,૦૦૦ રૂપિયાનો માસિક પગાર મેળવતા હતા.
ગયા વર્ષે, ભારતની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથા તબક્કાવાર રીતે નાબૂદ કરવાનો આદેશ આપ્યો હતો
સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સ્વચ્છતા કર્મચારીને મેનહોલમાં પ્રવેશવાથી બચાવવા માટે માર્ગદર્શિકા જારી કરવા જણાવ્યું હતું.
કેન્દ્ર અને રાજ્ય સરકારોને પીડિત પરિવારને વળતર તરીકે ૩૦ લાખ રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.