Ahmedabad

વિજ્ઞાનમાં પ્રયોગો હોય છે, નિષ્ફળતા નહીં; જરૂરિયાત સંશોધનની જનની છે

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧ર
વિજ્ઞાનમાં નવા પ્રયોગો હોય છે પરંતુ તેમાં નિષ્ફળતા હોતી નથી, સતત પ્રયોગથી સફળતા મળે જ છે તેમ જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, નવા સંશોધનો દ્વારા માનવજાતના કલ્યાણ માટે ગુજરાત અગ્રેસર રહેશે. વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી ર૦૧૯નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જરૂરિયાત સંશોધનની જનની છે. જરૂરિયાત ઉભી થાય તો વિચાર આવે અને તેમાંથી નવું સંશોધન થતું હોય છે અને નવા સંશોધનો થકી જ માનવ વિકાસ માટેની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકારના બધા વિભાગોની ચેલેન્જીસના સોલ્યુશન આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ દ્વારા લાવી શકાય તે હેતુસર રાજયની યુનિવર્સિટીઓ અને કંપનીઓ જે ઈનોવેશન અને યુવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે છે તેમના સંયોજનથી એક કોન્ફરન્સ યોજી બધાના ઈન્વોલ્વમેન્ટથી આ ચેલેન્જીસના ઉપાયો આપણે લાવવા છે. તેમણે જ્ઞાન-વિજ્ઞાન અને શોધ-સંસાધનના ઉપયોગથી અને આઈ.ટી. ક્ષેત્રના નવા સંશોધનો દ્વારા માનવજાતના કલ્યાણ માટે ગુજરાત અગ્રેસર બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. તેમણે કહ્યું કે, આજના યુવાનોમાં પૂરતું સાહસ, ધગશ અને કંઈક નવું શોધવાની તમન્ના છે. ત્યારે યુવાનોને બળ આપવા આવી સમિટના ચર્ચા-મંથન ખુબ ઉપયોગી બની રહેશે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આપણે વિદેશી ટેકનોલોજીની આયાત કરતા હતા, પરંતુ આજે ગુજરાત એકલામાં પ હજાર ટેકનોલોજી સ્ટાર્ટઅપ કંપનીઓ દ્વારા નીત-નવા સંશોધનો દ્વારા આપણે વિદેશમાં ટેકનોલોજીની નિકાસ કરીએ તેવા વાતાવરણનું નિર્માણ કર્યું છે. મુખ્ય સચિવ અનિલ મુકીમે જણાવ્યું હતું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટની સાથે આંતરમાળખાની દૃષ્ટિએ દેશભરમાં પ્રથમ હરોળનું રાજય છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિકાસ માટે ખુબ જ જરૂરી છે. આઈ.ટી. ક્ષેત્રમાં છેલ્લા બે દાયકામાં ભારત વિશ્વસ્તરે ઉભરી આવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.