Crime Diary

વિદેશોમાં લાખો ભારતીયો શ્રેષ્ઠ જીવન ભોગવે છે પરંતુ ભારત પોતાના ઇમિગ્રન્ટ્‌સ સાથે અયોગ્ય અને અન્યાયી વ્યવહાર કરે છે

સ્વાસ્થ્ય, શિક્ષણ, શ્રમિકોની ગતિશીલતા અને સામાજિક બેદભાવ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારતની નીતિ ઇમિગ્રન્ટ્‌સના દેશ સાથે સુદૃઢ જોડાણને સહયોગ આપતી નથી એવું એક નવા અભ્યાસ દ્વારા બહાર આવ્યું છે

૨૦૨૦માં માઇગ્રન્ટ્‌સની સમાવેશકતાના મહત્ત્વપૂર્ણ આંક માટે કરવામાં આવેલ ૫૨ દેશોના સર્વેક્ષણમાં ભારતને સૌથી નીચેનું સ્થાન પ્રાપ્ત થયું છે એવું તાજેતરમાં લોંચ કરવામાં આવેલ માઇગ્રન્ટ ઇન્ટિગ્રેશન પોલિસી ઇન્ડેક્ષ દ્વારા જાણવા મળે છે. ભારતને દેશમાં માઇગ્રન્ટ્‌સની સ્થિતિ પર ૧૦૦માંથી માત્ર ૨૪ માર્ક મળેલ છે જે ૫૦ની એવરેજ કરતાં પણ ઘણા ઓછા છે અને ભારતને માઇગ્રનવ્ટ ઇન્ટીગ્રેશન એટલે કે પ્રવાસીઓના જોડાણ માટે ડિમ્ડ ડિનાઇડ કેટેગરીમાં મૂકવામાં આવેલ છે.

આ ઇન્ડેક્ષ હેઠળ ૮ માપદંડોના આધારે આંતરરાષ્ટ્રીય ઇમિગ્રન્ટ્‌સ અંગેની દેશની રાષ્ટ્રીય નીતિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને બે યુરોપીયન થિંક ટેંક-ધ માઇગ્રેશન પોલિસી ગ્રુપ ઓફ બ્રશેલ્સ અને બાર્સેલોના સેન્ટર ફોર ઇન્ટરનેશન અફેર્સ દ્વારા સંયુક્ત રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને ૨૦૧૪માં પ્રથમ વખત આ ઇન્ડેક્ષ રિલીઝ કરાયો હતો. ચીન અને ઇન્ડોનેશિયા જેવા એશિયાઇ દેશોએ પોતાની ઇન્ટિગ્રેશન પોલિસીમાં સુધારો કર્યો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ભારતનો સ્કોર અફર રહ્યો છે એટલે કે તેમાં કોઇ બદલાવ થયો નથી.

શ્રમ બજાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, રાષ્ટ્રીયતાની પહોંચ અને ભેદભાવ વિરોધી કાર્યવાહી સહિતના મહત્ત્વપૂર્ણ નીતિ વિષયક ક્ષેત્રમાં ભારતનો માઇગ્રન્ટ ઇન્ટિગ્રેશન પોલિસી ઇન્ડેક્ષ ૨૦થી નીચે રહ્યો છે. બે કારણોસર આ મહત્ત્વપૂર્ણ છે. અલબત ભારત વિશ્વનું સૌથી મહત્ત્વપૂર્ણ માઇગ્રન્ટ ડેસ્ટીનેશન નથી તેમ છતાં ભારતમાં ૫૦ લાખ ઇમિગ્રન્ટ્‌સ વસે છે એવું ૨૦૧૧ની વસ્તી ગણતરી દ્વારા બહાર આવ્યું છે.

યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સના ૨૦૧૯ના ડેટામાં એવી નોંધ લેવામાં આવી છે કે ૧૯૯૦માં ભારતમાં ઇમિગ્રન્ટ્‌સની સંખ્યા ૭૬ લાખ હતી તે ઘટીને ૨૦૧૯માં ૫૧ લાખ થઇ છે. નિર્વાસિતો અને આશ્રય લેનારાઓની સંખ્યા ૧૯૯૦માં ૨૧૨૭૦૦ હતી તે ઘટીને ૨૦૧૯માં ૨૦૭૬૦૦ થઇ છે તેમ છતાં ભારતમાં કુલ ઇમિગ્રન્ટ્‌સની વસ્તીનું પ્રમાણ વધુ જોવા મળે છે એટલે કે તેની ટકાવારી ૧૯૯૦માં ૨.૮ ટકા હતી તે વધીને ૨૦૧૯માં ૪ ટકા થઇ છે.

એ જ રીતે નિર્વાસિતો માટેના યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનના અંદાજ અનુસાર ૨૦૨૦માં શરણાર્થીઓ અને આશ્રય લેનારા લોકોની સંખ્યા ૨૧૦૨૦૧ હતી.બીજી બાજુ ભારતમાંથી સૌથી વધુ લોકો વિશ્વના જુદા જુદા દેશોમાં ઇમિગ્રન્ટ્‌સ તરીકે જાય છે અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન્સ (યુએન-આઇઓએમ) વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ ૨૦૨૦ના અંદાજ અનુસાર ૧.૭૫ કરોડ ભારતીય લોકો ઇમિગ્રન્ટ્‌સ તરીકે જુદા જુદા દેશોમાં વસે છે. સામાન્યતઃ ઇમિગ્રન્ટ્‌સ સારી આજીવિકા અને શિક્ષણ મેળવવા જે તે દેશમાં જતાં હોય છે તેથી ઇમિગ્રેશન રેટમાં વધારો એ દેશના વિકાસ નો નિર્દેશ આપે છે. માઇગ્રેશન પોલિસી નિષ્ણાત મીરા શેઠીના જણાવ્યાં અનુસાર આજે ભારતમાં સર્વગ્રાહી ઇમિગ્રેશન નીતિ જેવું ભાગ્યેજ કઇ છે. સામાજિત સુરક્ષાના લાભો કે શ્રમ માર્કેટની પહોચ મર્યાદિત છે અને ભારતમાં વિદેશી નાગરીકોને ભેદભાવનો સામનો કરવો પડે છે એવા પણ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા છે. ભારતમાં સરેરાશ ઇમિગ્રન્ટ્‌સ ઇન્ટિગ્રેશન પોલિસી ઇનડેક્ષનો સ્કોર સૌથી નીચો છે કારણ કે પરિવારના પુનર્મિલન સિવાય તમામ નીતિ વિષયક ક્ષેત્રોમાં ભારતનો સ્કોર એવરેજથી નીચો છે.

લેબર માર્કેટ મોબિલિટી ક્ષેત્રમાં ભારતનો સ્કોર ૧૭ છે જ્યારે માઇગ્રન્ટ ઇન્ટિગ્રેશન પોલિસી ઇન્ડેક્ષ એવરેજ ૫૧ છે. આ ઉપરાંત નોકરી માટે એમ્પ્લોયમેન્ટ વિઝા આપવામાં આવતાં નતી કે જે માટે લાયક ભારતીયો ઉપલબ્ધ છે એવું ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ માહિતી દ્વારા જાણવા મળે છે. બિઝનેસ વિઝા પર આવેલા વિદેશી નિવાસીઓને સ્વરોજગારનો વિકલ્પ રહે છે પરંતુ લેબર માર્કેટને પહોંચ ઉપલબ્ધ કરવા કે પ્રોફેશનલ સ્કિલ  કે તકને સુધારવા માટે સહયોગ આપવાના કોઇ પગલા અસ્તિત્વમાં નથી. શિક્ષણમાં પણ ભારતનો સ્કોર માઇગ્રન્ટ ઇન્ટિગ્રેશન પોલિસી ઇન્ડેક્ષની ૪૦ની એવરેજ કરતાં અડધાથી પણ ઓછો એટલે કે સ્કોર માત્ર ૧૯ છે.

ઇમિગ્રન્ટ બાળકોની જરૂરિયાતની પૂર્તતા કરવા માટે દેશમાં કોઇ પગલા લેવામાં આવ્યાં નથી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ હેઠળ ભારતમાં તમામ બાળકો માટે ઉપલબ્ધ સામાન્ય પગલાઓનો માત્ર લાભ મળે છે. બીજુ ઇમિગ્રન્ટ્‌સના બાળકોને ભારતીય શાળાઓમાં ભેદભાવ અને સાંસ્કૃતિક અવરોધોનો સામનો કરવો પડે છે જેમ કે રોહિંગ્યા જેવા શરણાર્થી સમુદાયોને સખાવતી પહેલ પર આધાર રાખવો પડે છે તેમજ એનજીઓના કાર્ય પર આધાર રાખવો પડે છે. રાજકીય ભાગીદારીના ક્ષેત્રમાં ભારતનો સ્કોર શૂન્ય છે. મતાધિકાર તેમજ ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર તેમજ રાજકીય પક્ષો સંઘો રચવાનો અધિકાર ભારતના નાગરિકોને મર્યાદિત છે. આ મર્યાદાઓ ઇન્ટર સ્ટેટ ઇમિગ્રન્ટ્‌સને પણ લાગુ પડે છે કારણકે મતદારની ઓળખ મૂળ સ્થળ ખાતેની મતદાર યાદી સાથે સાંકળાવામાં આવે છે. આરોગ્યના ક્ષેત્રમાં પણ ઇમિગ્રન્ટ્‌સ અને રાજ્યાશ્રય લેનારા લોકોને ભારતીય આરોગ્ય તંત્રની પહોંચ માટે વધારાની જરૂરિયાતનો સામનો કરવો પડે છે અને તેમને ભાગ્યેજ કોઇ માહિતી કે સહયોગ ઉપલબ્ધ છે.

આયુષમાન ભારત જેવી યોજનાનો લાભ ઓછી આવક ધરાવતાં જૂથના પરિવારોને જ મળે છે. માઇગ્રન્ટ ઇન્ટિગ્રેશન પોલિસી ઇન્ડેક્ષની ૭૧ની એવરેજની તુલનાએ ભેદભાવ વિરોધી નીતિ વિષયક ક્ષેત્રમાં ભારતનો સ્કોર માત્ર ૯ છે. ઇમિગ્રન્ટ્‌સ સમુદાયો વિરૂદ્ધ બેદભાવ સબંધીત હાલ કોઇ કાયદો નથી.બંધારણના અનુચ્છેદ -૧૫માં જે જોગવાઇઓ છે તે અપર્યાપ્ત છે અને તેથી ભારતમાં સર્વગ્રાહી આંતરીક ભેદભાવ વિરોધી કાયદાની આવશ્યકતા છે. ઇમિગ્રન્ટ સમુદાયો વિરૂદ્ધનો ભેદભાવ એ એક સમસ્યા છે અને નાઇજીરીયા જેવા આફ્રિકન દેશોના વિવિધ શરણાર્થી સમુહો તેમજ વિદ્યાર્થી સમુહો વિરૂદ્ધ વંશીય હુમલાઓ થયાં છે. વિકાસશીલ અર્થતંત્રોમાં ઇમિગ્રન્ટ્‌સના પ્રભાવ અને પ્રદાનની સમજ મર્યાદિત છે. ક્રોસ બોર્ડર ઇમિગ્રન્ટ્‌સને ઘણીવાર કનડગતનો સામનો કરવો પડે છે અનએ એજન્ટો તેમનું શોષણ કરે છે. ભારત સરકારે ઇલીગલ માઇગ્રન્ટ્‌સ એક ૧૯૮૩ અનુસાર કોઇ વ્યક્તિ ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સ છે કે કેમ તે માટે ખાસ ટ્રીબ્યુનલોની રચના કરી છે પરંતુ આ સિવાય હંગામી નીતિઓ છે અને મુસ્લિમ બહુમતીવાળા પડોશી દેશોમાંથી ધાર્મિક લઘુમતીઓ માટે અને તિબેટીયન અને શ્રીલંકાના શરણાર્થીઓના પ્રવેશ અને પુનર્વસન માટે માત્ર કેટલાક એક્ઝિક્યુટીવ ઓર્ડર્સ છે. આમ નીતિ વિશષયક બાબતોના અભાવથી માઇગ્રન્ટ સમુદાયને ભેદભાવનો સામનો કરવો પડે છે. આમ ભારત પોતાના ઇમિગ્રન્ટ્‌સ સાથે અયોગ્ય વ્યવહાર કરે છે. – પ્રિયંશા સિંઘ અને રોહિણી મિત્રા             (ઇન્ડિયાસ્પેન્ડ.કોમ)

Related posts
Crime Diary

યુપીમાં ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને સાથી વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહેનાર મહિલા શિક્ષકે આત્મસમર્પણ કર્યું, જામીન પણ મળ્યા

(એજન્સી) તા.૬ઉત્તરપ્રદેશમાં એક મહિલા…
Read more
Crime Diary

UP: મુરાદાબાદ હાઉસિંગ સોસાયટીમાં મુસ્લિમ ડોક્ટરનેફ્લેટ વેચવાને લઈને ‘મકાન વાપસ લો’ના સૂત્રોચ્ચાર સાથે દેખાવ

(એજન્સી) તા.૫ગુરૂવારે મુરાદાબાદમાં એક…
Read more
Crime Diary

“રાજધર્મ નિભાવો”; સંંભલ અને અજમેરનામુદ્દાઓ પર કેન્દ્રને સલાહ આપતા TMCના મંત્રી

રર વર્ષે ફરીથી કોઈએ ‘રાજધર્મ’…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.