National

વિરોધ પ્રદર્શનના બીજા દિવસે રાજસ્થાનના હિંડોનમાં દલિત ઝૂંપડપટ્ટીને લક્ષ્ય બનાવી, ધારાસભ્યોના ઘર બાળી મૂક્યા

જયપુર, તા.૩
કરૌલીના હિંડોન શહેરમાં એસસી-એસટી એટ્રોસિટી એક્ટના વિરોધમાં સોમવારે ભારત બંધ દરમિયાન થયેલ વિરોધ પ્રદર્શન બાદ મંગળવારે ફરી હિંસા ભડકી હતી. આ હિંસામાં બિનદલિત સમૂહોએ દલિત ઝૂંપડપટ્ટીને લક્ષ્ય બનાવી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજકુમારી અને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ભરોસીલાલ જાટવના ઘરને આગ ચાંપી હતી. રાજસ્થાનમાં કરૌલીમાં મંગળવારે ફરી હિંસા ભડકી હતી. ટોળાએ બે દલિત નેતાઓના ઘર બાળી નાખ્યા છે. સોમવારે દલિતોના ભારત બંધ દરમ્યાન રાજસ્થાનમાં ભીષણ હિંસા થઈ હતી. મંગળવારે ફરી ભડકેલી દલિત હિંસામાં પૂર્વમંત્રી ભરોલી લાલ જાટવના ઘરને ટોળાએ આગ ચાંપી દીધી હતી. હિંસક બનેલ ટોળાએ એક વધુ ધારાસભ્યના ઘરને ફૂંકી માર્યું હતું. સડક પર ઉતરેલા ૪૦ હજાર લોકોએ બીજેપીના ધારાસભ્ય રાજકુમારીના ઘરને ઘેરીને તેમાં આગ ચાંપી દીધી હતી. એસસી/એસટી એકટમાં બદલાવ વિરૂધ્ધ, સોમવારે દલિતોનું જે વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું તે સાંજ થતામાં ભીષણ હિંસામાં ફેરવાઈ ગયું હતું આ હિંસામાં સત્તાવાર રીતે ૮ લોકોના મોતના અહેવાલ મળ્યા છે પરંતુ હિંસા રોકાવાનું નામ લેતી નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.