અમદાવાદ, તા.૧૮
શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા એક મોલમાંથી ખરીદેલા લોટમાંથી જીવજંતુ મળી આવ્યા હતા. એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા થઇ રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે ભોગ બનેલી મહિલા એ મોલ સંચાલકો સામે ફરિયાદ કરી છે.આમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા ક્યાં સુધી કરાશે ? વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ડી માર્ટ મોલમાં એક મહિલા લોટ લઇને આવી હતી જેમાં તપાસ કરતાં ઈયળો, જીવ જંતુ જોવા મળ્યા હતા જેથી સમગ્ર મામલે મહિલાએ ડી માર્ટ મોલમાં જઈને રજૂઆત કરી હતી પરંતુ ત્યાં તેને કોઈ યોગ્ય જવાબ મળ્યો નહીં અને તેની સાથે ગેર વર્તણુક કરવામાં આવી હતી. એટલે મહિલાએ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ તથા ૧૦૦ નંબર પર ફોન કરીને જાણ કરી હતી.લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરતા મોલ સંચાલકો વિદ્ધ મહિલાએ વેજલપુર પોલીસને અરજી કરી હતી. ઉપરાંત ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખ ને રજુઆત કરતા મુકેશ પરીખે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી ને ફોન પર ફરિયાદ કરી હતી.ત્યારે તેમણે સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ અંગે મુકેશ પરીખે જણાવ્યું હતું કે મોલ સંચાલકો એક્સપાયરી ડેટવાળો સમાન વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેંડા કરે છે. એટલે તંત્ર દ્વારા મોલ સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ.