વેરાવળ, તા.ર૪
વેરાવળ ગ્રામ્ય મુસ્લિમ સેવા સમાજની યોજાયેલ મીટિંગમાં મુસ્લિમ સમાજના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. વેરાવળ હોટલ પાર્ક ખાતે વેરાવળ તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજના મિટિંગ પ્રમુખ મોહમ્મદભાઈ તવાણીણી અધ્યક્ષતામાં મળેલ હતી. આ મીટિંગમાં મુસ્લિમ સમાજના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ જેમાં ખાસ કરીને મુસ્લિમ સમાજમાં કુ રિવાજો દૂર કરવા તેમજ મુસ્લિમ સમાજના યુવા વર્ગ મોબાઈલનો દુરૂપયોગ કરવાનું બંધ કરી મોબાઇલનો સદુપયોગ કરવાની સમજણ આપવા તેમજ આર્થિક સામાજિક અને શૈક્ષણિક બાબતોની ચર્ચા કરવામાં આવેલ હતી. આ મીટિંગમાં તાલુકા મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ અબ્દુલભાઈ સુમરા, ડારી આગરીયા મુસ્લિમ સમાજના પ્રમુખ ઇસ્માઇલભાઈ ઘરડેરા, સીડોકારના સરપંચ સત્તારભાઈ તવાણી, સલીમભાઇ પંજા, ઈસાભાઈ ગોવિંદપરાવાળા, ચંબોળાના ગનીભાઈ, ફારૂકભાઈ આકાણી અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહેલ હતા.