Gujarat

વેલ્સપન કંપનીના કામદારોએ સહપરિવાર કંપની બહાર ધરણા પ્રદર્શન યોજ્યા

કંપની સત્તાધીશો ટસના મસ ન થતાં આંદોલન લાંબુ ચાલવાની વકી આત્મવિલોપનની ચીમકીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વાગરા, તા.૭
જોલવા ખાતે આવેલ વેલ્સપન કંપનીએ સાગમટે કામદારોને બદલીના ઓર્ડર આપતા મામલો આંદોલન સુધી પહોંચ્યો હતો. કંપની કર્મચારીઓએ પોતાની માંગ પ્રબળ બનાવવા પરિવાર સાથે કંપની ગેટ બહાર ધરણા યોજતા વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. આત્મવિલોપનની ચીમકીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વેલ્સપન કંપની એ પોતાના ૪૦૦થી વધુ કામદારોને ટ્રાન્સફર ઓર્ડર આપી દીધા હતા. કંપનીએ તેના અન્ય પ્લાન્ટમાં કર્મચારીઓની બદલી કરતા કામદારોના યુનિયનોએ ભેગા મળી કંપની ગેટ બહાર ધરણા પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો હતો. કર્મચારીઓએ પોતાના હક માટે કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવ્યુ હતુ. છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન પર બેઠેલા કામદારોને રોજ બરોજ અનેક સંગઠનો સમર્થન કરી રહ્યા છે. ૧૪ દિવસથી ધરણા પણ બેઠા હોવા છતાં કંપની સત્તાધીશો ટસના મસ નહીં થતા કામદાર વર્ગમાં કંપની વિરૂદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કામદારો એ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હોઇ વાતાવરણ ઉત્તેજના ભર્યું બની ગયુ હતુ. જો કે ૧૫માં દિવસે કામદારોએ પરિવાર સહકંપની બહાર ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. ઉપસ્થિત મહિલાઓ અને બાળકોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓના ચેહરા ઉપર વેદના અને સંવેદનાની લકીરો સ્પષ્ટ જોઈ શકાતી હતી. મહિલાઓને તેમના બાળકોનું ભવિષ્ય ધૂંધળું દેખાતા અને લોનના હપ્તા અને ઘર ચલાવવાનું મુશ્કેલ બનતા મહિલાઓ રણચંડી બનીને લડી લેવાના મૂડમાં નજરે પડી હતી. આત્મવિલોપનની ચીમકીને પગલે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે દહેજ પી.આઈ. વી બી કોઠીયા એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કોઈપણ ભોગે કામદારો પોતાનો હક લેવા માટે મરણીયા બન્યા છે. કામદારોના પરિવારની મહિલાઓ પણ આગળ આવતા આંદોલનમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ધરણા સ્થળે ઉપસ્થિત સ્થાનિક આગેવાન સુલેમાનભાઈ જોલવા કંપની મેનેજમેન્ટ સામે ચીમકી ઉચ્ચારતા જણાવ્યુ હતુ કે તમે જ્યાં સુધી કામદારોના હિતમાં નિર્ણય નહિ લો ત્યાં સુધી મારી તમારી સામે લડત રહેશે. પ્રશાસનને જણાવુ છું કે ૪૧૬ પરિવારને ન્યાય અપાવવા તમે આગળ આવો અને એમાં કોઈ જ રાજકારણ ન હોવુ જોઈએ. આ તબક્કે ઇન્ટુકના જિલ્લા પ્રમુખ સુરેશ પરમારે જણાવ્યુ હતુ કે એક તરફ કંપની મેનેજમેન્ટ વાટાઘાટો ચલાવે છે અને બીજી તરફ કર્મચારીઓને નોટિસ ફટકારે છે. કંપનીની બેવડી નીતિ સામે આવી છે. ઇન્ટુકનું પ્રથમ દિવસથી કામદારોને સમર્થન છે અને રહેશે. ૧૫માં દિવસના ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કામદારો, મહિલાઓ, બાળકો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા.
(તસવીર : સૈયદ અમજદ, વાગરા)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.