International

વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ૧૫૦ વર્ષનું સૌથી મોટું સંકટ : વિશ્વબેંક

(એજન્સી) લંડન, તા. ૯
કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ૧૫૦ વર્ષના સૌથી મોટા આર્થિક સંકટમાં ઘેરાઇ શકે છે. વિશ્વ બેંકે ભય વ્યક્ત કર્યો છે કે, આ વર્ષે અર્થવ્યવસ્થામાં ૫.૨ ટકા સુધીનો ધરખમ ઘટાડો જોવા મળી શકે છે. સોમવારે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ જારી કરતા વર્લ્ડ બેંકના પ્રમુખ ડેવિડ મલપાસે કહ્યું કે, વર્ષ ૧૮૭૦ બાદ એવું પ્રથમવાર છે જ્યારે કોઇ મહામારીને પગલે આ પ્રકારનું સંકટ પેદા થયું હોય. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર વિકસિત અર્થવ્યવસ્થાઓમાં ૨૦૨૦માં સાત ટકા સુધી ઘટાડો દેખાવાનું જોખમ છે. ઘરેલુ માગ અને પુરવઠાને અસર થવાથી, કારોબાર અને નાણાકીય સ્થિતિ પર અસર પડવાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. વર્લ્ડ બેંકના ઇક્વિટેબલ ગ્રોથ, ફાયનાન્સ અને ઇન્સ્ટીટ્યૂશન માટેના વાઇસ પ્રેસિડેન્ટ સેયલા પાઝારબાસિગ્લુએ કહ્યું કે, લાંબા ગાળા સુધી આ કટોકટી દુનિયાની વચ્ચે રહેશે અને મોટા વૈશ્વિક પડકારોનો સામનો કરવો પડશે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, આ કટોકટી આ પહેલાની ધારણા કરતા વધુ લોકોને ગરીબીમાં ધકેલી દેશે, આ પહેલા કહેવાયું હતું કે, ૬૦ મિલિયન(છ કરોડ) લોકો ગરીબીમાં ધકેલાશે જ્યારે નવા આંકડા અનુસાર ૭૦થી ૧૦૦ મિલિયન(સાતથી ૧૦ કરોડ) લોકો ગરીબીના ખપ્પરમાં ધકેલાશે. વિશ્વ બેંકે જણાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થામાં પણ ૩.૨ ટકાના ઘટાડાનો અંદાજ છે. ત્યારબાદ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ વર્લ્ડ બેંકે ૩.૧ ટકાના વિકાસનો અંદાજ પણ દર્શાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ૧૮૭૦થી અત્યારસુધી વૈશ્વિક અર્થવ્યવસ્થાને ૧૪ વખત ભયંકર મંદીનો સામનો કરવો પડ્યો છે. જેમાં ૧૮૭૬, ૧૮૮૫, ૧૮૯૩, ૧૯૦૮, ૧૯૧૪, ૧૯૧૭-૨૧, ૧૯૩૦-૩૨, ૧૯૩૮, ૧૯૪૫-૪૬, ૧૯૭૫, ૧૯૮૨, ૧૯૯૧, ૨૦૦૯ અને ૨૦૨૦ની મંદીનો સમાવેશ થાય છે. વિશ્વ બેંકના અધ્યક્ષ અનુસાર જે ગતિથી આ સંકટ વધી રહ્યું છે તેનું સમાધાન શોધવામાં એટલા જ પડકારોનો સામનો કરવો પડશે. વિશ્વભરના પોલિસી મેકર્સને વધારાના પ્રયાસ કરવા પડશે. તેમણે કહ્યું કે, દુનિયાભરની ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યસ્થાઓ માટે યોગ્ય પગલાં ભરવાનું અત્યંત પડકારજનક રહેશે. આ દેશોમાં સૌથી વધુ વસ્તી એવા વર્કફોર્સની છે જે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર વાયરસને કારણે માગ-પુરવઠા અને ટ્રેડ-ફાઇનાન્સને ભારે નુકસાનને કારણે વિકસિત દેશોમાં ૨૦૨૦માં સાત ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર કોરોનાને કારણે એવા દેશોને સૌથી વધારે અસર પડી છે જે ગ્લોબલ ટ્રેડ, ટુરિઝમ, કોમોડિટી એક્સપોર્ટ અને એક્સટર્નલ ફાઇનાન્સિંગ પર સૌથી વધુ નિર્ભર છે. બીજી તરફ દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં કોરોનાને કારણે જુદી-જુદી રીતે માર પડશે જેની અસર ઘણા લાંબા સમય સુધી જોવા મળશે.
હાલના સમયની વાત કરીએ તો કોરોના વાયરસથી આવેલી મંદીને કારણે ગ્લોબલ પર કેપિટા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ૬.૨ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે જે ૧૯૪૫-૪૬ની સૌથી મોટી મંદી કરતા પણ વધુ ભયાનક છે. હાલના અંદાજ અનુસાર ૨૦૨૦માં દુનિયાની તમામ મોટી ઇકોનોમીને વાર્ષિક પર કેપિટા જીડીપીમાં ૧૮૭૦ બાદ સૌથી મોટા ઘટાડાનો સામનો કરવો પડશે. દુનિયાની ૯૦ ટકા અર્થવ્યસ્થાઓને કોરોનાને કારણે આવેલી ભયાનક મંદીમાંથી પસાર થવું પડશે. આ દરમિયાન ઉભરતા અને વિકાસશીલ દેશોના વિકાસદરમાં ૨.૫ ટકાના ઘટાડાની આશંકા છે. છેલ્લા ૬૦ વર્ષમાં એવું પ્રથમવાર બન્યું છે જ્યારે વિકાસશીલ દેશોના ગ્રોથમાં આ પ્રકારનો ઘટાડા દર્શાવાયો છે. એટલું જ નહીં પ્રતિવ્યક્તિની આવકમાં ૩.૬ ટકાનો ઘટાડો થશે. આના કારણે કરોડો લોકો ભીષણ ગરીબીમાં સપડાશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  સઉદી અરેબિયાએ ભાવિ રણ શહેર નેઓમયોજનાઓ, વિઝન ૨૦૩૦ને પાછી ખેંચી

  (એજન્સી) રિયાધ, તા.૧૨સઉદી અરેબિયાએ…
  Read more
  International

  ઇજિપ્ત, જોર્ડન, ફ્રાન્સે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની વિનંતી કરી

  (એજન્સી) અમ્માન, તા.૧૨જોર્ડન, ઇજિપ્ત…
  Read more
  International

  ઈદની રજાના બીજા દિવસે ગાઝામાં તાજાઈઝરાયેલ હુમલામાં ૧૦ લોકોનાં મોત

  (એજન્સી) તા.૧રસ્થાનિક તબીબી સૂત્રોના…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.