(એજન્સી) તા.૯
જો તમે મહેનત કરીને સમયસર હોમવર્ક કરવા છતાં તમને ક્લાસમાંથી રૂખસદ આપવામાં આવે તો કેવું થાય ? આજકાલ કપિલ ગુજ્જરની આવી જ હાલત છે. કપિલ ગુજ્જરે એક સંનિષ્ઠ હિંદુ રાષ્ટ્રવાદી તરીકે પોતાની ફરજ બજાવી હતી પરંતુ ભાજપ આજે તેને પણ ધુત્કારી રહ્યો છે. નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ ભારતમાં વિરોધ અને દેખાવો ચરમસીમાએ હતાં ત્યારે લાખો રાષ્ટ્રવાદીઓની જેમ નરેન્દ્ર મોદીએ કપિલ ગુજ્જરને હુલ્લડખોરોને તેમના કપડા પરથી ઓળખી કાઢવા આદેશ કર્યો હતો. તેમણે વડા પ્રધાનના આ સંદેશને ઇસ્લામોફોબિયા તરીકે સચોટતાથી ડી-કોડ કર્યો હતો. કદાચ કપિલ ગુજ્જર શાહીનબાગને વીજળી આંચકો આપવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરેલી વિનંતી અંગે વધુ ગંભીર હતો. કપિલે શાહીનબાગને આંચકો આપ્યો હતો. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે દેશ કે ગદ્દારોકો, ગોલી મારો સાલોકો સૂત્ર પોકારતાં ભાજપ સમર્થકોના ટોળાનું નેતૃત્વ સંભાળ્યાના થોડા દિવસો બાદ કપિલ શાહીન બાગ ગયો હતો અને દેખાવકારો પર ગોળીબાર કર્યો હતો. તેમ છતાં ભાજપને હવે જાણે તેની સાથે કોઇ લાગતું વળગતું નથી એવી સ્થિતિ છે. કેટલાક કહે છે કે કપિલ ગુજ્જર આપના સભ્ય હતાં અને તેથી તેમને ભાજપમાં જોડાવા દેવામાં આવતાં નથી. પરંતુ જો તેઓ આપના સભ્ય અને પ્રધાન કપિલ મિશ્રાને ભાજપમાં જોડાવા દેતાં હોય તો કપિલ ગુજ્જરને કેમ નહીં ? શા માટે કપિલ જેવા શૂટરને તેના કૃત્યો માટે દંડીત કરવામાં આવી રહ્યો છે ? શું તેનું કારણ એ છે કે કપિલ પોતાના નિશાન ચૂકી ગયો હતો ? અલબત બીજું કારણ આતંકી પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી હોઇ શકે. લોકો કપિલ ગુજ્જરને શૂટર ગણાવે છે પરંતુ ભાજપના પ્રમુખ જે પી નડ્ડાએ તેને આતંકવાદી ગણાવ્યો હતો. નડ્ડાએ આપ નેતાઓ સાથે કપિલ ગુજ્જરની તસવીરો વાયરલ થયાં બાદ પક્ષમાં આતંકીઓને સમાવવા બદલ કેજરીવાલ અને આપની સખત ટીકા કરી હતી. આમ ભાજપ આજે ભાજપના કપિલ ગુજ્જર અને રામભક્ત ગોપાલ સાથેના સંબંધો હિંદુત્વ વિચારકો અને ગાંધીના હત્યારા નાથુરામ ગોડ્સે વચ્ચેના સંબંધો જેવો છે. બેમાંથી કોઇ આ સંબંધો જાહેર કરી શકે તેમ નથી કે તેને ગુપ્ત રાખી શકે તેમ પણ નથી.