Ahmedabad

શિક્ષકદિને આજની સલામ ભાત ગામના વિરૂબેનને એક જનેતાએ માતૃત્વ લજવ્યું; જ્યારે શિક્ષિકાએ નવજાતને માતાની હૂંફ આપી

 

અમદાવાદ,તા.૪
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભાત ગામમાં ગામની પ્રાથમિક શાળામાં વિરૂબેન સરવૈયા શિક્ષક તરીકે સેવા આપે છે. ઘટના ગત માસમાં બની છે.અમદાવાદ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતી હસ્તકની ભાત પ્રાથમિક શાળામાં વિરૂબેન નિત્યક્રમ પ્રમાણે એક સવારે પહોંચ્યા.તેમને શાળાએ પહોંચાડવાની જવાબદારી તેમના પતિ જયેશભાઈ નિભાવે છે. વિરૂબેનને શાળાએ ઉતારી તેમના પતિ પરત ફરતા હતા ત્યારે વેજલપુર નજીક તેમની નજર એક નવજાત શીશુ પર પડી.જયેશભાઈએ તરત જ પોતાનું બાઈક ઉભુ રાખી આસપાસ નજર અને તપાસ કરી.કોઈ દેખાયુ નહી.બહુ અવઢવ પછી તેમણે પોતાની શિક્ષિકા પત્નીને ફોન કર્યો.વિરૂબેનનો માતૃ જીવ હલબલી ગયો. એક નવજાત શીશુ રોડ પર બિનવારસી પડ્યુ હોય તે કલ્પના માત્રથીજ તેમનું હ્રદય કલ્પાંત કરવા લાગ્યુ. તેઓ ગમે તેમ કરી સ્થળ પર તેમના પતિ પાસે પહોંચ્યા.અત્યંત વ્હાલથી નવજાત બાળકને પોતાની ગોદમાં લઈ લીધુ. કૂદરતે પણ મહિલાઓને અપાર વ્હાલ આપ્યું છે.વિરૂબેનની ગોદમાં જતા જ જાણે કે બાળકના ચહેરા પર એક સંતોષની લકીર ફરી વળી.આક્રંદ કરતુ બાળક જાણે કે સગી માતાની ગોદ મળી હોય તેં રીતે શાંત થઈ ગયું.વિરૂબેન કહે છે કે, ‘ મેં સ્થળ પર જઈને બાળકને ગોદમાં લઈ તો લીધુ.તેને છોડીને જવાનું મન તો શી રીતે થાય.? આસપાસ ફરીથી તપાસ કરી કે આવા ફૂલ જેવા બાળકને છોડી જનારનો અંતરાત્મા જાગી જાય અને તેને લેવા આવે તો.? એવી આશાએ હું અને મારા પતિ ક્યાંય સુધી બેસી રહ્યા પણ અમારી આશા ઠગારી નીવડી.કોઈ આવ્યું નહી.એટલે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી.જે કંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની હતી તે કરીને બાળકને શ્રેયસ ક્રોસીંગ પાસે શારદા મંદિર રોડ પર આવેલા અનાથ આશ્રમમાં ભારે હૈયે મોકલી આપ્યું…’ એમ તેઓ ઉમેરે છે.આજે પરિસ્થિતી એવી છે કે, કોઈ રોડ પર અકસ્માત થાય કે અન્ય ઘટના બને તો લોકો મોબાઈલ પર શુટીંગ કરીને સોશ્યલ મિડીયા પર અપલોડ કરવામાં લાગી જાય છે.પરંતુ ક્યાંક વિરૂબેન જેવા લોકો પણ છે કે જેઓ આવા ફૂલ જેવા બાળકને માતાનો પ્રેમ આપવા દોડી જાય છે.આવુ કદાચ એક માતા કે શિક્ષક જ કરી શકે…! સમાજની ગતિવીધિઓ પણ કંઈક અલગ જ છે.કંઈ કેટલાય લોકો પોતાને બાળક થાય તે માટે જાત જાતની બાધા આખડી રાખતા હોય છે. અને ક્યાંક એવા પણ હોય છે કે પોતાની કોઈ મજબૂરી છુપાવવા આવા ફૂલ જેવા બાળકને રસ્તે રઝળતુ મુકીને જતા રહે છે.પણ વિરૂબેન જેવી માતાઓ છે ત્યાં સુધી આવા બાળકોને કંઈ નહી થાય.ધન્ય છે આવી જનેતાઓને..!

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadCrime

  બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

  અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.