Site icon Gujarat Today

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઘાયલોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

અમદાવાદ, તા.૬
ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલ રંઘોળા ખાતે બનેલ ટ્રક દુર્ઘટનાના મૃતકોના સ્વજનને સાંત્વના પાઠવવા તેમજ ઘાયલોની ચોક્સાઈપૂર્વક સારવાર થાય તે હેતુસર રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના પદાધિકારીઓએ સરટી હોસ્પિટલ ભાવનગરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કમનસીબ બનાવમાં ૩૦ લોકોના મર્ત્યુ થયા છે અને ૪પ ઘાયલ લોકોની સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર થઈ રહી છે. ૧૩૦ યુનિટ બ્લડ ડોનેશન દાતાઓએ કર્યું છે. તેમણે મૃતકોના સ્વજનોને સાંત્વના આપી હતી તેમજ ઘાયલોની અત્યંત ચોક્સાઈપૂર્વક સારવાર કરવા ફરજ પરના તબીબી સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને તાત્કાલિક અસરથી મૃતક દીઠ રૂપિયા ૪ લાખની સહાય ચૂકવાશે તેમ જણાવી ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેમ પણ વધુમાં ઉમેર્યું હતું. આ મુલાકાત વેળાએ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સેવાભાવી સંસ્થાના કાર્યકરો હાજર રહ્યા હતા.

Exit mobile version