જો કે હવે ઈઝરાયેલને એવું ભાન થઈ રહ્યું છે કે, ગાઝા વિરૂદ્ધના યુદ્ધને તે લાંબા સમય સુધી ખેંચી શકે તેમ નથી તેના માટે તે તેનો અંત લાવવાનું વિચારી રહ્યો છે, હરઝિલિયા ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં ઈઝરાયેલના વિદેશમંત્રી યેર લેપિડે આ ટિપ્પણી કરી હતી
(એજન્સી) તા.૧૫
ઈઝરાયેલે જ્યારથી ગાઝાપટ્ટી અને પેલેસ્ટીનની જમીન પર કબજો જમાવ્યો છે ત્યારથી તે પેલેસ્ટીની નાગરિકો અને ગાઝાપટ્ટીવાસીઓ પર દમન ગુજારતું આવ્યું છે. જોકે ગાઝાવાસીઓ અને પેલેસ્ટીની નાગરિકો તેને સતત પડકારતા રહ્યા છે. જોકે હવે ઈઝરાયેલને એવું ભાન થઈ રહ્યું છે કે તે ગાઝા વિરુદ્ધના યુદ્ધને તે લાંબા સમય સુધી ખેંચી શકે તેમ નથી તેના માટે તે તેનું અંત લાવવાનું વિચારી રહ્યો છે. હરઝિલિયા ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં ઈઝરાયલના વિદેશમંત્રી યેર લેપિડે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ગાઝા વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધનું અંત આણવું અને તેની સાથે સમજૂતી કરવી એ અમારી સરકારની ફરજ છે. અમે તેના માટે દરેક સંભવ પ્રયાસો કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે ૧૫ વર્ષથી ઈઝરાયલે ગાઝાની નાકાબંધી કરી રાખી છે અને ચાર વખત બંને વચ્ચે ભયંકર યુદ્ધ પણ થઈ ચૂક્યા છે. જોકે હજુ સુધી ગાઝા તેની સામે ઘૂંટણીએ થયું નથી. ૧૯૯૨માં પૂર્વ વડાપ્રધાન યિત્ઝહાક રેબિને કહ્યું હતું કે મને એવું છે કે ગાઝાપટ્ટી પાણીમાં ડૂબી જાય તો સારૂં પણ તેનો કોઈ ઉપાય જ નથી કે આ યુદ્ધનો અંત આવશે. લેપિડે તેનો ઉપાય પણ આપ્યો હતો કે ગાઝાવાસીઓને સમાન અધિકારો આપવામાં આવે. તેઓ તેમનું સમર્થન ઈચ્છતા હતા અને બંને દેશોની સરહદો પર શાંતિ અને સ્થિરતા લાવવા માગતા હતા. તેઓ ઈચ્છતા હતા કે ઈઝરાયેલી કેબિનેટમાં તેમને પણ સ્થાન અપાય.