Ahmedabad

શું ડે.સીએમ પાટીદારોને મૂર્ખ સમજે છે ? જનતા હવે ભાજપને જનતા રાજ દેખાડશે

અમદાવાદ,તા.રર
હાર્દિક પટેલે અનામત અંગેની કોંગ્રેસની ફોર્મ્યુલાનો સ્વીકાર કરતા નીતિન પટેલે મુર્ખઓએ ઠરાવ તૈયાર કર્યો છે અને બીજા મુર્ખોએ તેનો સ્વીકાર કર્યો તેવું વિવાદિત નિવેદન આપતા હાર્દિક પણ રઘવાયા બનેલા મુખ્યમંત્રીના નિવેદનનો જબરદસ્ત ઉત્તર આપ્યો હતો હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ડેપ્યુટી સીએમ પાટીદાર સમાજને મુર્ખ સમજે છે ત્યારે સાંભળી લો જનતાને મુર્ખ ના સમજો જનતા જ તમને જનતા રાજ દેખાડશે હાર્દિક પટેલે ટવીટ કરીને વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર કયારેક હાથ કાપી લેવાની વાત કરે છે કયારેક મુર્ખ કહે છે. ગુજરાત માત્ર ભાજપનું નથી જનતાને જે યોગ્ય લાગશે તે જ થશે અને તેમા કોઈની જો હુકમી નહીં પાલે. કોંગ્રેસની અનામતની ફોર્મ્યુલા અંગે સહમતી આપ્યા બાદ હાર્દિકે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાટીદાર અનામત સમિતિ માત્ર સમાજહિત માટે લડે છે. અમારી લડત ભાજપના અહંકાર અને તેના અત્યાચાર સામેની લડાઈ છે. ભાજપના ઈશારે એક આઈએએસ અધિકારી એમણે જેલમાં આંદોલન છોડવા ૧ર૦૦ કરોડની ઓફર કરી હતી. પરંતુ તેમ છતાં હું ભાજપના અહંકાર સામેની લડત છોડવા તૈયાર નથી. પાટીદાર સમાજ ઘઉં, ચોખા કે તેલ લેવા માટે અનામત નથી માગતો તે તેના સમાજના યુવાનોના ઉજજવળ ભવિષ્ય શિક્ષણ અને રોજગાર માટે અનામત માગી રહ્યો છે.
આ ઉપરાંત ભાજપે હાલમાં જ ચૂંટણીમાં ર૦૦ કરોડ ખર્ચીને અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની રણનીતિ ઘડી છે. પરંતુ કોઈપણ સરકાર બનશે અમારી લડત ચાલુ રહેશે. પાસમાં કોઈ ભેદભાવ નથી માત્ર રણનીતિનો ભાગ છે. આ સમાજના હિત અને સ્વમાનની લડાઈ છે તેથી ગુજરાતમાં ભાજપને હરાવવા માટે અમે કમર કસી છે અમે એમ કહીએ છીએ કે આ દંભી અને અભિમાની ભાજપને મત ના આપશો. હાર્દિક પટેલે પોતાની માતા કે પિતાજી પણ ભાજપમાં ચૂંટણી લડશે તો તેમને પણ મત નહીં આપે તેવો સંકલ્પ તમામ પાટીદારોએ કરવાની જરૂર છે.

ભાજપે નીતિન પટેલને મુખ્યમંત્રી ન બનાવી મૂર્ખ બનાવ્યા : ડો.મનિષ દોશી

અમદાવાદ, તા.રર
હાર્દિક પટેલે કોંગ્રેસની અનામતની ફોર્મ્યુલાનો સ્વીકાર કર્યા બાદ ભાજપના પાટીદાર મંત્રી નીતિન પટેલે મગજ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પાટીદાર સમાજને મૂર્ખ ગણાવ્યા હતા. નીતિન પટેલના પાટીદાર સમાજને મૂર્ખ ગણાવ્યાના આ નિવેદન મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે પાટીદાર સમાજનું અપમાન કર્યું છે. પાટીદાર સમાજ પાસે નીતિન પટેલ અચૂકથી માફી માંગે. ભાજપે નીતિન પટેલને મુખ્યમંત્રી ના બનાવીને મૂર્ખ બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ડે.સીએમ નીતિન પટેલના પાટીદાર સમાજના નિવેદનને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ તેમના પર આકરી પ્રતિક્રિયા આપી છે. જેને અંગે પાટીદાર સમાજના અપમાન મુદ્દે નીતિન પટેલ જરૂરથી સમગ્ર સમાજની માફી માંગે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.