National

શોપિયાં એન્કાઉન્ટર : બે ત્રાસવાદીઓના મોત સ્થાનિકો અને દળોના સંઘર્ષ વચ્ચે મહિલાનું મૃત્યુ

(એજન્સી) શ્રીનગર, તા.૧૯
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ત્રાસવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદીઓના મોત થયા છે. પોલીસ સાથે સ્થાનિકોના સંઘર્ષ દરમિયાન ર૪ વર્ષીય મહિલાનું પણ મૃત્યુ થયું છે. મહિલાની ઓળખ કરાઈ છે, એમનું નામ બ્યુટીજાન છે જે મંઝૂર અહમદની પત્ની હતી. એમને ઘર્ષણ દરમિયાન ગોળીથી ઈજા થઈ હતી. એન્કાઉન્ટરના સ્થળ ભાટમાટન ગામમાં સુરક્ષાદળો સાથે સ્થાનિકોના સંઘર્ષ દરમિયાન મહિલાને ગોળી વાગી હતી એમને તરત જ હોસ્પિટલ લઈ જવાઈ હતી પણ રસ્તામાં જ એમનું મૃત્યુ થયું. ડીઆઈજીએ મહિલાના મૃત્યુની પુષ્ટિ કરી હતી. એમણે કહ્યું કે સેનાએ આ સ્થળેથી લોકોને દૂર જવા કહ્યું હતું. જેથી એ ત્રીજા ત્રાસવાદીને પણ શોધી શકે. અહેવાલના આધારે માહિતી મળી છે કે, સ્થાનિક લોકો ત્રાસવાદીઓને ઝબ્બે કરવામાં અવરોધો ઊભા કરી પથ્થરમારો કરી રહ્યા હતા. માર્યા ગયેલ બે ત્રાસવાદીઓમાંથી એક વિદેશી હતો અને એક સ્થાનિક હતો જે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ હતો જેનું નામ તનવીર ભાટ હતો જે શોપિયાંના ભટમારનનો નિવાસી હતો. સૈન્યએ શોપિયાંના વાનીકોરા વિસ્તારને કોર્ડન કરી ત્રાસવાદીઓને પકડવાના પ્રયાસો કર્યા હતા જ્યારે ત્રાસવાદી દ્વારા ગોળીબારો શરૂ કરાયા ત્યારે સૈન્યએ પણ ગોળીબારો કરતાં બે ત્રાસવાદીઓના મોત થયા. સેના ત્રીજા ત્રાસવાદીની શોધ કરી રહી છે. એમનું માનવું છે કે, એ ભાગી ગયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.