વિશાખાપટ્ટનમ, તા.૭
બહુજન વેલ્ફેર એસોસિએશનના મહામંત્રી કે. વેંકટરમણે તેલુગુ શિક્ષક નગારી અરૂણકુમાર સામે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે. શ્રીકાકુલમ જિલ્લામાં પેઢી ભીમવરમ ખાતે આવેલી ઝેડ પી હાઈસ્કૂલમાં બનેલી એક ઘટનામાં એક દલિત વિદ્યાર્થી ચેનના કુમારને આંખમાં ગંભીર ઈજા થઈ હતી. એ ઘટના બદલ એ શિક્ષક સામે પગલા લેવાનો અવાજ ઊઠી રહ્યો છે. વેંકટરમણે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે દલિત વિદ્યાર્થીને શિક્ષકે સમયસર સારવારની વ્યવસ્થા કરાવી નહોતી અને ગંભીર બેદરકારી બતાવી હતી જેના કારણે વિદ્યાર્થીની હાલત વધુ બગડી જવા પામી હતી. સ્થાનિક સત્તાવાળાઓએ પણ કોઈ પગલાં લીધા નથી એ ઘણું નિરાશાજનક છે કેમ કે કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ પરિસ્થિતિ અંગે કોઈ ધ્યાન આપ્યું નથી અને શિક્ષક સામે પગલાં લીધા નથી.