National

શ્રીદેવીનો મૃતદેહ મોડી રાતે મુંબઇ પહોંચ્યો, આજે બપોરે અંતિમ સંસ્કાર

(એજન્સી) મુંબઇ, તા. ૨૭
બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનંું દુબઇની હોટેલના બાથટબમાં નશાની હાલતમાં બેભાન થઇને પડ્યા બાદ ડૂબી જવાને કારણે મોત થયા બાદ ત્રણ દિવસે તેમના શરીરને મંગળવારે મોડી રાતે મુંબઇ લવાયો હતો અને તેમનું અંતિમ સંસ્કાર બુધવારે બપોરે ૩.૩૦ કલાકે થશે તેવી તેમના પરિવારજનો તરફથી જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા શ્રીદેવીના શરીરને સોંપવા માટે દુબઇમાં લાંબી પ્રક્રીયા થઇ હતી અને અસમંજસની સ્થિતિ સર્જાઇ હતી. આખરે મંગળવારે બપોર બાદ તેમના શરીરને પરિવારને સોંપાયો હતો. દુબઇ સરકારે એવું પણ જણાવ્યું હતું કે, શ્રીદેવીના મોત અઁગેની તપાસ બંધ કરી દેવાઇ છે અને તેમના મૃતદેહને પરત પરિવારને સોંપી દેવાયો છે. શ્રીદેવી પોતાના પારિવારિક લગ્નમાં સામેલ થવા માટે દુબઇ ગયા હતા અને ત્યાની એક હોટેલમાં રોેકાયા હતા. તેમના ફોરેન્સિક રિપોર્ટમાં કહેવાયું છે કે, તેઓ બેભાન થયા બાદ બાથટબમાં પડ્યા બાદ પાણીમાં ડૂબી જવાને કારણે તેમનું મોત થયું હતું. શ્રીદેવીના શરીરને પરિવારને સોંપ્યા બાદ સાંજ પછી ત્યાંથી તેને મુંબઇ લાવવાન પ્રક્રીયા શરૂ થઇ હતી.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. શ્રીદેવીના મોત અંગે તપાસ કરી રહેલા સરકારી વકીલે મોત અંગેના તમામ પાસાઓ ચકાસ્યા બાદ તેમના મૃતદેહને પરિવારને સોંપવા મંજૂરી આપી દીધી હતી. દુબઇના સરકારી વકીલે કહ્યું હતુ ંકે, આવા કેસની તપાસ પ્રક્રીયા લાંબી હોય છે. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર ભારતીય અભિનેત્રી બેભાન થયા બાથટબમાં પડતા ડૂબી જવાને કારણે તેમનંું મોત થયું હતું. આ કેસ હવે બંધ કરવામાં આવે છે.
૨. દુબઇમાં શ્રીદેવીના પતિ બોની કપૂર પાસે તેમનો પુત્ર અર્જુન કપૂર પણ ગયો હતો જે તેમના પ્રથમ લગ્નથી થયો હતો. કપૂરનો ભત્રીજો પણ તેમની સાથે મૃતદેહ માટે રાહ જોઇ રહ્યો હતો.
૩. શ્રીદેવીની ૨૦ વર્ષની પુત્રી જ્હાનવી અને ૧૭ વર્ષની પુત્રી ખુશી મુંબઇમાં તેમના મૃતદેહની રાહ જોઇ રહ્યા હતા જ્યાં અનિલ કપૂરના ઘરે ફિલ્મ કલાકારો ધીમે ધીમે ભેગા થતા હતા.
૪. શનિવારે સાંજે શ્રીદેવીના પતિ બોની કપૂરે દુબઇની જુમૈરાહ એમીરાત હોટેલના બાથરૂમમાં તેમને બાથટબમાં બેભાન હાલતમાં જોયા હતા. મેડીકલ તેમને બચાવવામાં નિષ્ફળ ગયા બાદ તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
૫. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર શ્રીદેવી બેભાન બન્યા બાદ બાથટબમાં પડી ગયા હતા અને તેના પાણીમાં ડૂબી જવાને કારણે તેમનું મોત થયું હતું. આ કેસદુબઇ પબ્લીક પ્રોસેક્યુશનને સોંપાયો હતો. તેમણે કાયદેસરની પ્રક્રીયા પૂરી કરી હતી. શ્રીદેવીના પરિવારે પહેલાકહ્યું હતું કે, તેઓ કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા હતા.
૬. શ્રીદેવી તેમના પતિ અને પુત્રી ખુશી દુબઇમાં પારિવારિક લગ્નમાં સામેલ થવા માટે ગયા હતા જેઓ બોની કપૂરના ભત્રીજા મોહિત મારવાહ છે. બોની કપૂર ત્યારબાદ પુત્રી સાથે મુંબઇ પરત આવ્યા હતા અને શ્રીદેવી ત્યાં જ રોકાયા હતા.
૭. બોની કપૂર બાદમાં ફરી દુબઇ પોતાની પત્નીને સરપ્રાઇઝ આપવા પહોંચ્યા હતા. આ યુગલ બાદમાં ડીનર પર જવાનું હતું પરંતુ શ્રીદેવી તૈયાર થવા માટે બાથરૂમમાં ગયા ત્યારે પડી ગયા હતા.
૮. સુપરસ્ટારના મૃત્યુ અંકે શંકા કુશંકા વચ્ચે યુએઈમાં ભારતના રાજદૂત નવદીપ સુરીએ મંગળવારે સલાહ આપી હતી કે, અમે આ અંગે બધું નિષ્ણાતો પર છોડી દીધું છે અને તેઓને જવાબદાર ઠેરવવા દો.
૯. શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો રાજકારઁણીઓ અને બોલિવૂડના સાથીઓ સોશિયલ મીડિયા પર લાગી ગયા હતા. ચાર વર્ષની ઊંમરમાં અભિનયના ક્ષેત્રમાં ડગ મુકનારા શ્રીદેવીએ પાંચ દાયકા સુધી તેમાં પોતાનું સ્થાન જમાવી રાખ્યુ હતું અને ૧૩ વર્ષની ઉંમરમાં જ તેઓ લીડ રોલમાં આવી ગયા હતા.
૧૦. બોલિવૂડ ઉપરાંત કારકિર્દીમાં તેઓએ તમિલ,તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ કામ કર્યું છે. બાદમાં તેઓ બોલિવૂડમા આવ્યા હતા.બોની કપૂર સાથે લગ્નના ૧૫ વર્ષ બાદ તેઓ ફરી ફિલ્મોમાં આવ્યા હતા અને ૨૦૧૨માં ઇંગ્લીશ વિંગ્લિશ ફિલ્મ આપી. બાદમાં તેમણે મોમ ફિલ્મમાં પણ કામ કર્યું. તેઓ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે અંતે આગામી ઝીરો ફિલ્મમાં પણ દેખાશે.
શું શ્રીદેવીને માદક શરાબ પીવા મજબૂર કરાઇ હતી ? મારા મતે આ હત્યા છે : સુબ્રમણ્યમ સ્વામીને દાઉદ ઇબ્રાહીમ પર શંકા


બોલિવૂડની પ્રથમ ફિમેલ સુપરસ્ટાર અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીન આકસ્મિક મોત મામલે એક નાટકીય વળાંક આપતા દુબઇની સરકારે કહ્યું છે કે, તેમનું મોત હોટેલના બાથટબમાં દુર્ઘટનાવશ ડૂબી જવાને કારણે થયું છે. તેમનું શરીર મંગળવારે સાંજે ભારત લાવવામાં આવ્યું હતું. દરમિયાન શ્રીદેવીના મોત પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સનસનાટીપૂર્ણ દાવો કરતા તેમની હત્યા થઇ હોવાની શંકા દર્શાવી છે. સ્વામીએ કહ્યું છે કે, આ અંગે વિવિધ પ્રકારના તર્ક સામે આવી રહ્યા છે એવામાં તેમનું મોત હૃદયના હુમલાથી થયું હોવાનું માનવું ખોટું છે. તેમણે કહ્યું કે, હોટેલના સીસીટીવી કેમેરાની તપાસ થઇ નથી અને શ્રીદેવી ક્યારેય શરાબ પીતા નહોતા તેથી મને લાગે છે કે, આ હત્યા હોઇ શકે. સ્વામીએ એમ પણકહ્યંુ કે બાથટબમાં ડૂબી જવાથી મોત થવું સંભવ નથી. તેમણે એમ પણ કહ્યું કે, અભિનેત્રીઓના દાઉદ સાથે અયોગ્ય સંબંધો પર પણ આપણે ધ્યાન આપવું જોઇએ.
સ્વામીએ ટોચની સમાચાર એજન્સીને કહ્યું કે, સિનેમા અભિનેત્રીઓના દાઉદ સાથે અયોગ્ય સંબંધો છે. તેમણે એમ પણ કહ્યું કે, મીડિયામાં સતત અહેવાલો બદલાતા રહે છે. શ્રીદેવી ક્યારેય શરાબ પીતી નહોતી તો પછી તેમના શરીરમાં શરાબ કેવી રીતે જોવા મળી. મીડિયામાં અચાનક ડોક્ટરો સામે આવ્યા અને તેમણે કહી દીધું કે, શ્રીદેવીનું મોત હાર્ટ એટેકને કારણે થયું ? જોકે સોમવારે ખુલાસો કરાયો કે,તેમનું મોત હાર્ટ એટેક નહીં પરંતુ દુર્ઘટનાવશ બાથટબમાં ડૂબવાને કારણે થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાબાદ દુબઇના ડોક્ટરોએ જણાવ્યું કે, ૫૪ વર્ષની શ્રીદેવી બેભાન થઇને બાથટબમાં પડી અને ડૂબવાને કારણે તેમનું મોત થયું. દુબઇના સમાચાર અહેવાલોમાં પણ જણાવાયું હતું કે, તેમના શરીરમાં શરાબના અંશ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીનો મૃતદેહ પણ બાથટબમાં જ મળ્યો હતો.
શ્રીદેવીનો સાવકો પુત્ર અર્જુન કપૂર મૃતદેહ ભારતમાં પરત લાવવા દુબઇ પહોંચ્યો
બોલિવૂડની સ્ટાર શ્રેદેવીના સાવકા પુત્ર અર્જુન કપૂર પોતાના પિતા બોની કપૂર સાથે મૃતદેહ લાવવા માટે તમામ પ્રક્રીયા પૂર્ણ કરવા મુંબઇથી દુબઇ રવાના થયો હતો. છેલ્લા બે દિવસથી શ્રીદેવીના મૃતદેહને પરત લાવવા માટે ઘણી અટકળોચાલી રહી હતી પરંતુ મંગળવારે તેને પરત લાવવાની તમામ પ્રક્રીયા પૂર્ણ થયા બાદ મોડી સાંજે મૃતદેહ પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવાતા અર્જુન કપૂર દુબઇ રવાના થયો હતો. જોકે, દિવસ દરમિયાન પણ એવા અહેવાલો આવતા રહ્યા હતા કે, તેમના મોત અંગે હજુ તપાસ પૂર્ણ નથી થઇ તે માટે વિલંબ થઇ શકે છે. મુંબઇમાં અર્જુન કપૂરના પરિવાર તરફથી સત્તાવાર રીતે જણાવાયું હતું કે, અર્જુમ કપૂર સવારે મુંબઇથી દુબઇ જવા રવાના થઇ ગયો છે અને ત્યાં પોતાના પિતા સાથે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરશે અને મૃતદેહને પરત લાવશે. દુબઇ પોલીસે સોમવારે શ્રીદેવીના પતિ બોની કપૂરનું પણ નિવેદન લીધું હતું જેમણે સૌપ્રથમ તેમને બાથરૂમમાં બેભાન હાલતમા જોયા હતા. બાદમાં તેમને હોસ્પિટલમાં લઇ જવાતા તેમને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન યુએઇમાં ભારતના રાજદૂત નવદીપ સૂરીએ લોકોને શ્રીદેવીના મોત અઁંગે કયાસો ન કાઢવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, અમે શ્રીદેવી અને તેમના તમામ શુભચિંતકો સાથે સતત સંપર્કમાં છીએ. તેમણે ટિ્‌વટમાં એમ પણ કહ્યું હતું કે, અમે તેમના દુઃખમાં ભાગીદાર બન્યા છીએ. અમારો અનુભવ કહે છે કે, આવા કેસોમાં બેથી ત્રણ દિવસનો સમય જાય છે. દુબઇ પોલીસે પણ ભારતીય દૂતાવાસને સોમવારે જણાવ્યું હતું કે, એક પરવાનગીપછી મૃતદેહને આપી શકાય છે.
દુબઇ પોલીસ દ્વારા બોની કપૂરનું નિવેદન લેવાયું : અહેવાલો


હોટેલના બાથરૂમમાં બેભાન થઇ આકસ્મિક રીતે બાથડબમાં પડવાને કારણે ડૂબી જતા મોતને ભેટનારી બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરનું દુબઇ પોલીસે સોમવારે નિવેદન લીધું હતું. બોની કપૂરે શ્રીદેવીને સૌપ્રથમ બાથરૂમમાં બેભાન હાલતમાં પાણીમાં ડૂબેલી જોઇ હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઇ જવાતા તેમને મૃત જાહેર કરાયા હતા. દુબઇ પોલીસે સોમવારે પુછપરછ માટે બોની કપૂરને બુર્જ દુબઇ પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પોલીસે નિવેદન લીધા બાદ તેમને હોટેલ પરત જવા પરવાનગી આપી હતી. બાદમાં દુબઇ સરકારે જણાવ્યું હતું કે, પોલીસે આ કેસને સરકારી વકીલને સોંપી દીધો છે જે આવા કેસોમાં તમામ તપાસ પ્રક્રીયા પૂર્ણ કરે છે. દુબઇ સરકારના મીડિયા ટિ્‌વટર હેન્ડલ પરથી જણાવાયું હતું કે, ભારતીય અભિેત્રીનું મૃત્યુ ભાન ગુમાવવાને કારણે અચાનક બાથટબમાં પડી જઇ ડૂબી જવાથી થયું હતું. આ તમામ તપાસ તથા પૂછપરછને કારણે સોમવારે પણ શ્રીદેવીના મૃતદેહને ભારત પરત લાવી શકાયું નહોતું પરંતુ મંગળવારે પરવાનગી મળી જતા મોડી સાંજે મૃજદેહને પરત લાવવામાં આવ્યું હતું. શ્રીદેવી પોતાના એક પારિવારિક લગ્નમાં સામેલ થવા માટે દુબઇ ગયા હતા અને ત્યાં એક હોટેલમાં રોકાયા હતા. તેમના પતિ પોતાની નાની દિકરી સાથ ભારત પરત આવ્યા હતા અને અભિનેત્રીને સરપ્રાઇઝ આપવા માટે પરત દુબઇ ગયા હતા. રવિવારે બપોરે આશરે ત્રણ વાગ્યે શ્રીદેવીના મોતના સમાચાર આવતાસમગ્ર ભારતવાસીઓને આંચકો લાગ્યો હતો.
શ્રીદેવી મોત કેસ બંધ, તપાસ પછી મૃતદેહ
પરત કરી દેવાયો : દુબઇ પોલીસ
બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવીના મોતના ત્રણ દિવસ બાદ દુબઇ સત્તાવાળાઓએ તેમના મૃતદેહને પરિવારને પરત સોંપી દીધો હતો. દુબઇ સરકારે પણ ટિ્‌વટર પર કહ્યું હતું કે, તેમના મોતની તપાસ કેસ પૂર્ણ થયો છે. બપોર બાદ શ્રીદેવીના પરિવારને તમામ દસ્તાવેજી કાગળો સોંપી દેવાયા હતા. દુબઇના પબ્લીક પ્રોસીક્યુટરને ટાંકતા અમિરાત મીડિયાએ કહ્યું હતું કે, શ્રીદેવીના મોત જેવા કેસો અંગે આવી પ્રક્રીયાઓ થાય છે અને આ તમામ પ્રક્રીયા આ કેસમાં પણ પૂર્ણ થઇ છે. મીડિયા ઓફિસમાંથી જણાવાયું હતું કે, ફોરેન્સિક રિપોર્ટ અનુસાર અભિનેત્રીનું મોત બેભાન થવાને પગલે આકસ્મિક રીતે બાથટબમાં પડી જવાને કારણે થયું છે. અને હવે આ કેસ બંધ થયું છે. મીડિયા કચરીએ એમ પણ જણાવ્યં હતું કે, શ્રીદેવીના મોતના કારણોની તપાસ પુરી કરવાને પગલે તેમના મૃતદેહને મુક્ત કરવાની મંજૂરી આપી દેવાઇ છે. શ્રીદેવી દુબઇની હોટેલમાં ૨૪મી ફેબ્રુઆરીએ મૃત્યુ પામ્યા હતા જ્યારે પોલીસેકહ્યું હતું કે, તેઓ બાથરૂમના બાથટબમાં બેભાન થઇને પડ્યા બાદ ડૂબીને મૃત્યુ પામ્યા હતા.
શ્રીદેવીનો અંતિમ સંસ્કાર વંચિત બાળકો
માટેના તેમના ભાગ્ય બંગલોમાં થશે
પોતાના ભત્રીજાના લગ્નમાં સામલ થવા માટે દુબઇ ગયેલા બોલિવૂડના અભિનેત્રી શ્રીદેવી ત્યાની હોટેલમાં મૃત્યુ પામ્યા હતા અને મંગળવારે મોડી રાતે તેમને મુંબઇ લાવવામાં આવ્યા હતા આ પહેલા એવી વાતો વહેતી થઇ હતી કે, તેમને તેમના વંચિત બાળકો માટે બનાવાયેલા ભાગ્ય બંગલોમાં લાવવામાં આવશે. શ્રીદેવીના મૃતદેહને લેવા માટે અનિલ અંબાણીનું પ્રાઇવેટ વિમાન દુબઇ પહોંચી ગયું હતું. તેમને મૃતદેહને મુંબઇ એરપોર્ટ લાવ્યા બાદ સીધા વર્સોવા ખાતેના ભાગ્ય બંગલો લવાશે તેવા અહેવાલો આવ્યા હતા. આ બંગલો વંચિત બાળકો માટેની શાળા માટે ફાળવાયું છે. બુધવારે બપોર બાદ તેમના અંતિમ સંસ્કાર અહીંથી જ કરવામાં આવશે. શ્રીદેવીની ચોથી પણ આ બંગલોમાં ૨૮મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે. દુબઇની હોટેલમાં મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ બાદ તમામ તપાસ પ્રક્રીયા પૂર્ણ થતા તેમના મૃતદેહને ભારત લઇ જવા માટે આખરે મંગળવારે મંજૂરી અપાઇ હતી.