International

શ્રીલંકામાં ફરી હિંસા, રાષ્ટ્રપતિએ વડાપ્રધાન પાસેથી પોલીસ વિભાગ છીનવ્યો

(એજન્સી) કેન્ડી, તા.૯
શ્રીલંકાના કેન્ડી જિલ્લામાં તાજેતરમાં કમી હિંસા ભડકતા અથડામણોમાં મુસ્લિમોના મકાનો અને દુકાનોને આગચંપી કરવામાં આવી હતી. આનાથી ચિંતિત રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પાસેથી કાયદો તથા વ્યવસ્થા વિભાગ છીનવી લીધો છે. તોફાન પ્રભાવિત જિલ્લામાં ઇમરજન્સી તથા મોટી સંખ્યામાં સૈનિકોની તૈનાતી કરવામાં આવી હોવા છતાં બૌદ્ધોએ મુસ્લિમો પર મોટાપાયે હિંસા આચરી હતી. સોમવારથીશરૂ થયેલા મુસ્લિમ વિરોધી તોફાનોમાં અનેક મકાનો, દુકાનો, ઓફિસો તથા મસ્જિદોને આગને હવાલે કરવામાં આવી હતી. બૌદ્ધ સમુદાયની એક વ્યક્તિના મોત બાદ તેમણે મુસ્લિમ સમુદાય પર મોટાપાયે અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું. સિરીસેના સરકારેત્યારબાદ અહીં ઇમરજન્સી જાહેર કરી હતી. મુસ્લિમ ઠેકાણાઓને નિશાન બનાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની માહિતી મળ્યા બાદ સરકારે ઇન્ટરનેટ બંધ કરવા તથા ફેસબૂક તથા વોટ્‌સએપ સહિતની સોશિયલ મીડિયાને બ્લોક કરવાનો નિર્ણય લીધો હતો. અહેવાલો અનુસાર મોટી સંખ્યામાં સુરક્ષા દળોની તૈનાતી છતાં આ હિંસાગ્રસ્ત જિલ્લામાં પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. મુસ્લિમ વિરોધી હિંસામાં બે વ્યક્તિના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, તેમણે મુખ્ય આરોપી સહિત કુલ ૮૧ લોકોની ધરપકડ કરી છે. પોલીસ પર નિષ્ક્રીયતાનો આરોપ લાગ્યા બાદ ગુરૂવારે રાષ્ટ્રપતિ સિરીસેનાએ વડાપ્રધાન વિક્રમસિંઘેને કાનુન વ્યવસ્થા પદેથી હટાવી દીધા હતા. વિક્રમસિંઘેએ ૧૧ દિવસ પહેલા જ કાનુન વ્યવસ્થા મંત્રી પદના શપથ લીધા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.