(એજન્સી) તા.૧
સઉદીની એક અદાલતે ધર્મઉપદેશક યુસુફ અલ-અહેમદને ૪ વર્ષની જેલની સજા સંભળાવી છે, સપ્ટેમ્બર-ર૦૧૭થી તેઓ અટકાયતમાં છે. ચુકાદામાં ઉપદેશકની જેલમાંથી મુક્તિ પછી ચાર વર્ષ સુધીની મુસાફરી પર પ્રતિબંધ પણ શામેલ છે. પ્રિઝનર્સ ઓફ કન્સાયન્સના ટ્વીટર એકાઉન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, રિયાધની વિશિષ્ટ ફોજદારી કોર્ટે શેખ યુસુફ -અલ-અહેમદ સામે ચાર વર્ષની કેદની સજા સંભળાવી છે અને નજીવા આરોપોના આધારે ચાર વર્ષ સુધી મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અન્ય આરોપોમાં પુસ્તક મેળાની મુલાકાત લેવી, ફહદ અલ-સુબેઈદીના ૧૪૦ કાર્યક્રમમાં ભાગ લેવો અને પ્રિઝનર્સ ઓફ કન્સાયનસની ભૂતકાળની મુલાકાતો જેવા આરોપો સામેલ છે. શેખ અલ- અહેમદની ર૦૧૧માં ધરપકડ થઈ હતી અને ત્યારબાદ “શાસક વિરૂદ્ધ ભડકાવવા” રાષ્ટ્રીય સવાદિતાને નુરસાન પહોંચાડવા” અને દેશની પ્રતિષ્ઠાને નબળી પાડવા જેવા આરોપો હેઠળ કોર્ટે તેમણે પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. ત્યારબાદ એક વર્ષ પછી અલ-અહેમદને રાજાશાહી તરફથી માફી આપવામાં આવી હતી અને સપ્ટેમ્બર-ર૦૧૭માં ઉપદેશકો અને બૌદ્ધિકોએ નિશાનો બનાવતા ધરપકડ અભિયાનમાં ફરીથી તેમની અટકાયત થઈ હતી. આ ધર્મઉપદેશ કાયદાશાસ્ત્રમાં પીએચડીની પદવી ધરાવે છે અને રિયાધમાં ઈમામ મો.ઈબ્ને સાઉદી ઈસ્લામિક યુનિ.માં પ્રોફેસર તરીકે સેવા આપી ચૂકેલા છે. આ ધરપકડ અભિયાન પાછળ ઘણા કારણો છે જેમાં સત્તાવાળાઓ સઉદીના ઉપદેશકો અને વિદ્વાનોની ધરપકડ કરી છે. જેમાંથી સૌથી મુખ્ય કારણ, શાહી કોર્ટ દ્વારા કતાર પર હુમલો કરવાના આદેશોનું પાલન કરવાનો ઈન્કાર છે, જે ઘણા બુદ્ધિજીવીઓએ કર્યું હતું.