International

સઉદી અરબમાં કામ કરતા ભારતીયો અને પાકિસ્તાનીઓ માટે માઠા સમાચાર : આ ૧ર ક્ષેત્રોમાં હવે નોકરી નહીં મળે

(એજન્સી) રિયાધ, તા.૧
સઉદી ક્રાઉન પ્રિન્સના વિઝન ર૦૩૦ હેઠળ સઉદીમાં થઈ રહેલા પરિવર્તનથી સૌથી વધારે પ્રભાવિત પ્રવાસીઓ થઈ રહ્યા છે. જેને કારણે અહિયા રહેતા પ્રવાસી કામદારોને દરરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રમ અને સામાજિક વિકાસ મંત્રી ડો.અલી અલ-ધાફેએ સોમવારે જાહેર કર્યું કે, આગામી હિજરી વર્ષની શરૂઆતથી સઉદી અરબમાં ૧ર પ્રવૃત્તિઓમાં વિદેશીઓના કામ કરવા અંગે પ્રતિબંધ મૂકવામાં આવશે.
પ્રવાસીઓ માટે આ ૧ર કાર્યોના ક્ષેત્ર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દુકાનો, ઓપ્ટિકલ સ્ટોર, ચિકિત્સા ઉપકરણ સ્ટોર, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સની દુકાનો, કાર સ્પેર પાર્ટ વેચનારા આઉટલેટ, ઈમારતની સામગ્રીની દુકાનો, દરેક પ્રકારની કારપેટ, ઓટો મોબાઈલ અને મોબાઈલની દુકાનો, ઘરેલું ફર્નિચર વેચનારી દુકાનોનું વેચાણ અને તૈયાર કરવામાં આવેલ કાર્યાલય સામગ્રી, તૈયાર વસ્ત્રો, બાળકોના કપડાં અને પુરૂષોના કપડાંની દુકાન, ઘરેલું વાસણોની દુકાનો અને પેસ્ટ્રીની દુકાનોના વેચાણ આઉટલેટ પર હવે પ્રવાસી કામદારો કામ કરી શકશે નહીં.
મંત્રાલયના પ્રવક્તા ખાલિદ અબ્બા અલ-ખૈલીએ કહ્યું કે આ નિર્ણય જુદા જુદા પ્રાદેશિક રાજ્યપાલોની સાથે કરવામાં આવેલા કરાર પર હસ્તાક્ષર કરવા અંગે પ્રભાવિત કરતો નથી, કે જેથી સઉદીને નોકરીએથી પ્રતિબંધિત કરી શકાય. તેમણે તેમ પણ કહ્યું કે હવે ક્ષેત્રોમાં મહિલાઓને રોજગાર આપવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. આ દુકાનોમાં મહિલાઓને અત્તર, જોડાં, બેગ, મોજા અને તૈયાર વસ્ત્રો વેચવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ દુકાનો આ જ સામાન વેચવાનું લક્ષ્ય રાખે છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે મોલ અને સુપરમાર્કેટમાં પણ મહિલા કર્મચારીઓને રાખવામાં આવશે જે કપડા અને અન્ય સામાનને વેચશે. ઘણી અન્ય નાની દુકાનો પણ છે, જે લગ્નના કપડાં, બુરખો, વસ્ત્ર, બાળકોની દેખરેખ અને અન્ય સામાન વેચે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોસ્મેટિક્સ અને મેક-અપનો સામાન વેચનારા મોલમાં પણ મહિલાઓને રાખવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

    પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષન…
    Read more
    International

    બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

    (એજન્સી) તા.૧૫યુએસ અધિકારીઓના જણાવ્યા…
    Read more
    International

    ‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

    (એજન્સી) તા.૧પઈઝરાયેલ અને ઈરાન વચ્ચે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.