International

સઉદી વિદેશ મંત્રી તણાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે

 

(એજન્સી) તા.૩૧
પાકિસ્તાની વર્તમાનપત્ર મુજબ હાલમાં જ તણાવપૂર્ણ સંબંધો પર ચર્ચા કરવાના પ્રયાસમાં સઉદી અરબના વિદેશમંત્રી ફેસલ બિન ફરહાન અલ-સઉદ આગામી મહિને પાકિસ્તાનના પ્રવાસ પર વેપાર નેતાઓ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે.
રાજ્યના ઊર્જા મંત્રી અબ્દુલ અઝીઝ બિન સલમાન પાકિસ્તાનમાં એક સઉદી તેલ રિફાઈનરીની સ્થાપના પર ચર્ચા કરવા માટે પ્રતિનિધિ મંડળમાં સામેલ હશે.
અલ-સઉદ પોતાના પાકિસ્તાની સમકક્ષ શાહ મહમૂદ કુરેશીની સાથે રાષ્ટ્રપતિ આરીફ અલ્વી અને વડાપ્રધાન ઈમરાન ખાનને મળીને વાતચીત કરશે.
આ પ્રવાસ ઓગસ્ટથી રિયાધ અને ઈસ્લામાબાદની વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના મુદ્દા વચ્ચે આવ્યો છે જ્યારે કુરેશીએ કાશ્મીરના મુદ્દા પર પોતાના સમર્થનની અછત અંગે સઉદીની ટીકા કરી જેની પર પાકિસ્તાન અને હરીફ ભારત બંને સંપૂર્ણપણે દાવો કરે છે. પાકિસ્તાની રાજદ્વારીએ અહીં સુધી જણાવ્યું કે ઈસ્લામાબાદ અમારી સાથે ઊભું થવા માટે તૈયાર ઈસ્લામિક દેશોની બેઠકમાં વિવશ થશે. જો કે સઉદીએ નિવેદનને ઈસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી) માટે એક જોખમ બતાવ્યું, જેની પર રિયાધનું વર્ચસ્વ છે. તેણે બે વર્ષ પહેલા પાકિસ્તાનને આપવામાં આવેલા ૩ બિલિયન ડોલરના ઋણપૂર્વ ચૂકવણીનો આગ્રહ કરતા જવાબ આપ્યો અને સ્થગિત તેલને નવીનીકૃત કરવાથી ઈન્કાર કરી દીધો. ચૂકવણી યોજના જેની કિંમત ૩.ર બિલિયન ડોલર છે. આ મહિનાની શરૂઆતમાં લાંબા સમય સુધી સહયોગી ચીને પાકિસ્તાનને ઋણ ચૂકવવામાં મદદ કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં બેઈજિંગે પાકિસ્તાનને સઉદી અરબને ૧ મિલિયન ડોલર ચૂકવવામાં મદદ કરી હતી. જેનો અર્થ છે કે પાકિસ્તાને અત્યાર સુધી ૧ બિલિયન ડોલરની સાથે ર બિલિયન ડોલર ચૂકવ્યા છે.