(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
શહેરના ઉન વિસ્તારમાં રહેતી એક સગીરાને પ્રેમીએ પ્રેમજાળમાં ફસાવી લગનની લાલચ આપી અવાર-નવાર તેણી સાથે શરીર સંબંધ બાંધી તેણીને ગર્ભવતી બનાવી તરછોડી ભાગી છૂટ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉન ગામ ભીંડી બજાર સ્થિત સત્ય નારાયણ નગરમાં રહેતો આઝાદ ઉર્ફે ફોરમ સફુદીન પઠાણ નામના યુવકે આ જ વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. પોતાની હવસ સંતોષવા તેણીને ખોટા લગનના વાયદાઓ કરી અવાર-નવાર તેની સાથે શરીર સંબંધ બાંધી પોતાની હવસ સંતોષી હતી. તે દરમ્યાન સગીરા ગર્ભવતી બની ગઇ હતી. સગીરાને ચાર મહિનાનો ગર્ભ રહી જતાં આઝાદે લગ્ન કરવાનો ઇનકાર કરી તેની સાથે સંબંધ તોડી નાંખ્યા હતા. પોતાનો માત્રને માત્ર ઉપયોગ કર્યો હોવાનું ભાન થતાં તેણીએ સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઝાદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.