Sports

સનરાઇઝ સામે જીત મેળવવા માટે મુંબઇ ઉપર ભારે દબાણ

મુંબઇ,તા. ૨૩
ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે ૨૩મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે જોરદાર જંગ ખેલાશે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇની ટીમ એક પછી એક મેચમાં હારનો સામનો કરી રહી છે જેથી તેના પર હવે જીત મેળવી લેવા માટે દબાણ છે. છેલ્લી મેચમા ંપણ તેની રાજસ્થાન રોયલ્સની સામે હાર થઇ હતી. તે હવે પોઇન્ટ ટેબલમાં ખુબ પાછળ છે. રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં સંતોષજનક સ્થિતીહાલમાં ધરાવે છે. બન્ને ટીમો પોત પોતાની રીતે તમામ તાકાત લગાવી દેવા માટે સજ્જ દેખાઇ રહી છે. બીજી બાજુ સારી બાબત એ છે કે હજુ સુધી આઇપીએલ-૧૧ની તમામ મેચો હજુ સુધી ખુબ રોમાંચિત થઇ છે. આવી સ્થિતીમાં આ મેચ વધારે રોમાંચક રહી શકે છે.

આઈપીએલ : પોઈન્ટ ટેબલ

ટીમ મેચ જીત હાર પોઈન્ટ રનરેટ
ચેન્નાઈ સુપર કિંગ્સ ૫ ૪ ૧ ૮ ૦.૭૪૨
કિંગ્સ ઇલેવન પંજાબ ૫ ૪ ૧ ૮ ૦.૪૪૬
કોલકાતા નાઇટ રાઇડર્સ ૬ ૩ ૩ ૬ ૦.૫૭૨
સનરાઈઝ હૈદરાબાદ ૫ ૩ ૨ ૬ ૦.૩૦૧
રાજસ્થાન રોયલ્સ ૬ ૩ ૩ ૬ -૦.૮૦૧
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૫ ૨ ૩ ૪ -૦.૪૮૬
મુંબઇ ઇન્ડિયન્સ ૫ ૧ ૪ ૨ ૦.૩૧૭
દિલ્હી ડેરડેવિલ્સ ૫ ૧ ૪ ૨ -૧.૩૨૪
*આ ટેબલમાં દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચનો ઉલ્લેખ કરાયો નથી.