National

સપા-બસપા ગઠબંધન યુપીમાં રપથી ૩૦ લોકસભા બેઠકો ગુમાવશે : આઠવલે

(એજન્સી) મુંબઈ, તા.૩૦
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે સપા-બસપા ગઠબંધન યુપીમાં ભાજપને રપથી ૩૦ બેઠકોનું નુકસાન પહોંચાડી શકે છે પરંતુ મોદીને વડાપ્રધાન તરીકે કોઈ બદલી નહીં શકે. ર૦૧૪માં યુપીમાં ભાજપે ૮૦માંથી ૭૩ બેઠકો જીતી હતી. કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી જીતી હતી. સપાએ પાંચ બેઠકો જીતી હતી. પેટાચૂંટણીમાં સપાએ બે બેઠકો જીતતા તેની સંખ્યા ૭ થઈ છે. પત્રકારો સાથે વાતચીત કરતા આઠવલેએ કહ્યું કે ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ યુપીમાં પ૦ બેઠકો જીતશે. એનડીએને સત્તા પર આવતા કોઈ અટકાવી નહીં શકે. આરબીઆઈના નેતાએ કહ્યું કે માયાવતી, અખિલેશ કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને બદલી નહીં શકે. સપા-બસપા ગઠબંધનને મુસ્લિમ-દલિતના મત મળતાં તે પેટાચૂંટણીઓ જીતી ગયા. તેમણે કહ્યું કે દલિતોની ખરેખર ચિંતા હોય તો માયાવતી એનડીએમાં જોડાઈ જાય. દલિતો પર અત્યાચારો હજુ થાય છે. કેન્દ્ર સરકાર જવાબદાર નથી. તેના માટે કાયદાને વધુ મજબૂત બનાવવો પડશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.