National

સમગ્ર દેશમાં હિન્દુત્વવાદી સંગઠન વિસ્ફોટકો બનાવવાના આતંકી તાલીમ કેન્દ્રો ચલાવી રહ્યા હતા : SIT

(એજન્સી) ભોપાલ,તા.૯
ર૦૦૮ના માલેગાંવ વિસ્ફોટ મુદ્દે ભાજપની ભોપાલ લોકસભા બેઠક પરથી ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર અન્ય ૧૭ લોકો સહિત આરોપી છે. આરોપીઓમાંથી બે આરોપીઓ ગુમ પણ છે. કર્ણાટક પોલીસની એસઆઈટીએ માલેગાંવ હુમલા સાથે જોડાયેલ હિન્દુત્વવાદી સંગઠન અભિનવ ભારતના સમગ્ર દેશમાં વિસ્ફોટકો બનાવવાના ગુપ્ત તાલીમ કેન્દ્રો હોવાનો દાવો કર્યો છે. કર્ણાટક પોલીસની વિશેષ તપાસ ટુકડી (સીટ)એ પત્રકાર ગૌરી લંકેશની હત્યા મુદ્દે કોર્ટમાં રજૂ કરેલ અંતિમ અહેવાલમાં આ વાત રજૂ કરી છે. અહેવાલ મુજબ, હિન્દુત્વ સંગઠન અભિનવ ભારતના ચાર ગુમ સભ્યોએ વર્ષ ર૦૧૧-ર૦૧૬ની વચ્ચે દેશના વિભિન્ન ભાગોમાં સનાતન સંસ્થા સાથે જોડાયેલ અનેક શંકાસ્પદ લોકોને દેશના વિવિધ ભાગોમાં બોમ્બ બનાવવાની તાલીમ આપી હતી. આ લોકો ર૦૦૬થી ર૦૦૮ વચ્ચે સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ, મક્કા મસ્જિદ વિસ્ફોટ, અજમેર દરગાહ અને માલેગાંવ વિસ્ફોટ મુદ્દે જોડાયેલ હતા. વર્ષ ર૦૦૮માં માલેગાંવ વિસ્ફોટ મુદ્દે આરોપી પ્રજ્ઞાસિંહ ઠાકુર ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડી રહી છે. અભિનવ ભારતના બે સભ્યો સહિત તમામને આરોપી જાહેર કરાયા છે. આ મુદ્દે ચાર સાક્ષીઓ પણ સામેલ છે. લંકેશ મામલે તપાસ કરી રહેલ કર્ણાટક સીટ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલ દસ્તાવેજ અનુસાર સનાતન સંસ્થાના ત્રણ લોકો અને લંકેશ હત્યા મુદ્દે ધરપકડ કરાયેલ અને પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેનાર ચાર સાક્ષીઓને બાબાજી અને અન્ય ચારની ઉપસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. વધુ એક પ્રશિક્ષક તરીકે પ્રતાપ હાજરાની ઓળખ થઈ છે. જે પશ્ચિમ બંગાળમાં હિન્દુત્વ સંગઠન ભવાની સેના સાથે જોડાયેલ છે. ર૦૦૬થી ર૦૦૮ વચ્ચે અભિનવ ભારત સાથે જોડાયેલ બોમ્બ વિસ્ફોટોમાં ૧૧૭ લોકોનાં મૃત્યુ થયા છે. સીટની તપાસ દરમ્યાન લંકેશની હત્યા સાથે જોડાયેલ એક સમૂહના સભ્યએ તાજેતરમાં જ આ ખુલાસા કર્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.