National

સરકારે સમગ્ર વિપક્ષને આતંકવાદી બનાવી દીધો : કોંગ્રેસના મોદી સરકાર પર ચાબખા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસે મોદી સરકાર પર આકરા ચાબખાં માર્યા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે પોતાના સંબોધનમાં સરકારને ગેમ ચેન્જર નહીં પરંતુ નેમ ચેન્જર ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેઓ યુપીએ સરકારની યોજનાઓના નામ બદલી પ્રશંસા લૂંટી રહ્યા છે. તેમણે આઠ મહિનાની બાળકી સાથે બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો સરકાર આવું ભારત બનાવવા માગે છે તો અમને પહેલાનું ભારત આપી દો અમને નવું ભારત જોઇતું નથી. કોંગ્રેસ નેતાએ મોદી સરકારને છેલ્લા ૭૦ વર્ષમાં સૌથી નબળી સરકાર ગણાવતા કહ્યું કે સરકાર વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરાવી રહી છે આમ સરકારે સમગ્ર વિપક્ષને આતંકવાદી બનાવી દીધો છે.
ગુલામનબી આઝાદે કહ્યું કે, ૧૯૮૫ અથવા તે બાદ કોંગ્રેસ અને યુપીએ શાસનમાં જેટલી યોજનાઓ બની તેના નામ બદલીને એનડીએ સરકારે અમલમાં મુકીને પ્રશંસા લંૂટી રહી છે. આઝાદે સ્વચ્છ ભારત, જનધન યોજના, સ્કિલ ઇન્ડિયા સહિત ઘણી યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તમામ યોજનાઓ કોંગ્રેસના શાસનમાં શરૂ થઇ હતી જેનું ફક્ત નામ બદલીને અમલમાં મુકી દેવામાં આવી છે. તેમણે કહ્યં કે, મેં પહેલા પણ જણાવ્યું હતું કે, સરકાર જો પાંચ વર્ષમાં તેમના મંત્રીઓદ્વારા ઉદ્ધાટન કરાવતી રહેશે તો પણ યુપીએ સરકારની યોજનાઓનું ઉદ્‌ઘાટન કરી નહીં શકે અને આજે એજ થઇ રહ્યું છે. વિપક્ષના નેતાએ ગંભીર મુદ્દો ઉઠાવી કહ્યું કે, બેટી બચાવો, બેટી પઢાવોનો નારો આપવામાં આવે છે, આજે ભાજપ શાસિત રાજ્યો ખાસ કરીને હરિયાણામાં બળાત્કારો થમવાનું નામ નથી લેતા અને દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે આઠ મહિનાની બાળકી સાથે બળાત્કાર થયો. જે દિવસે રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યા હતા તે સમયે આઠ મહિનાની બાળકી સાથે બળાત્કાર થઇ રહ્યો હતો. આ માટે સરકારે શું પગલાં ભર્યા છે. આ કયા ભારતનુું નિર્માણ થઇ રહ્યુ છે. મને આવા ભારત પર અફસોસ છે. આઝાદે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, સરકાર વિપક્ષના ફોન ટેપ કરાવી રહી છે, અમારી સરકારમાંતો આતંકવાદીઓના ફોન ટેપ થતા હતા. આજે ઁઅમારા ફોન ટેપ કરવામાં આવે છે આમ સરકારે અમને આતંકવાદી બનાવી દીધા છે. મોદીએ ૨૦૧૪માં દેશના લોકોના બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો તેનો રાષ્ટ્રપતિના ભાષણમાં કોઇ ઉલ્લેખ નહોતો. રાષ્ટ્રપતિના ભાષણમાં ૧૦ કરોડ યુવાનોને રોજગારીનો કોઇ ઉલ્લેખ નહોતો. ખેડૂતોની આવક બમણી કરવાનો કોઇ ઉલ્લેખ નહોતો. પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને છે અને પેટ્રોલ અને ડીઝલ પર જે નાણા આજેતમે બચાવી રહ્યા છો જો એવું અમારા સમયમાં થાત તો અમે ક્રાંતિ લાવી દીધી હોત.

‘સ્કિલ ઈન્ડિયા’ સફળ રહ્યું નથી પરંતુ ‘કિલ ઈન્ડિયા’ કાર્યરત : આઝાદ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
નાણા મંત્રી અરૂણ જેટલીના ૧ ફેબ્રુઆરીના બજેટ બાદ સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી સોમવારે શરૂ થઈ. યુપીના કૈરાનામાંથી સાંસદ હુકમદેવ સિંહના નિધનને પગલે લોકસભાની કાર્યવાહી એક દિવસ સુધી મોકૂફ રાખવામાં આવી. રાજ્યસભામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના પહેલા ભાષણના જવાબમાં કોંગ્રેસના ગુલામ નબી આઝાદે કહ્યું કે ‘સ્કિલ ઈન્ડીયા’ સફળ રહ્યું નથી પરંતુ ‘કીલ ઈન્ડીયા’કામ કરી રહ્યું છે. આઝાદે કહ્યું કે આ સરકાર હેઠળ, ખૂબ ઓછા સમયમાં સરહદે યુદ્ધવિરામની તથા સૌથી વધારે જવાનોની શહાદતની ઘટનાઓ બની છે. તમામ રાજકીય પક્ષો અને વિપક્ષો કાશ્મીર મુદ્દે સરકારની સાથે છે પરંતુ છેલ્લા ૭૦ વર્ષ કરતાં આજની પરિસ્થિતિ વધારે કપરી છે. સરકારની સ્કીલ ઈન્ડીયા પહેલ પર કટાક્ષ કરતાં આઝાદે કહ્યું કે સ્ટાર્ડ અપ ઈન્ડીયા સાથે કંઈ પણ શરૂ થયું નથી. સ્ટેન્ડ અપ ઈન્ડીયા શરૂ થાય તે પહેલા જ બેસી ગઈ. સ્કીલ ઈન્ડીયા નિષ્ફળ નીવડી છે પરંતુ કીલ ઈન્ડીયા કાર્યરત છે. તેમણે કહ્યું કે ભાજપે ૨૦૧૭ માં રોજગારીનો રેકોર્ડ સર્જ્યો પરંતુ એક પણ નોકરી આપી શકી નથી. બજેટ પર બોલતાં આઝાદે કહ્યું કે સરકારે દરેક યોજના માટે ૨૦૨૨ ના વર્ષ નક્કી કરી નાખ્યું છે. શું આ બજેટ આગામી ચાર વર્ષ માટેનું છે. સરકારે વિજ્ઞાપનો પાછળ ૫૫૦ કરોડનો ધૂમાડો કરી નાખ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સરકાર પર નિશાન સાધતાં આઝાદે કહ્યું કે આ શહેર, આ દેશ બિનસલામત બન્યો છે. નિર્દોષ સગીરાઓ પર બળાત્કારો થઈ રહ્યાં છે સરકાર શું કરી રહી છે. શું આ નૂતન ભારત છે. આઝાદે કહ્યું કે જ્યારે નિર્ભયકાંડ થયો ત્યારે અમે એટલા સંવેદનશીલ બની ગયાં હતા કે અમે તાત્કાલિક એક કાયદો લાવ્યાં હતા. સરકારે ૧૦ કરોડ નોકરીઓની ખાતરી આપી હતી. પરંતુ ૨૦૧૮ ના બજેટમાં તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

રાજ્યસભામાં અમિત શાહને આઝાદનો જવાબ
ભાજપ સરકાર ફક્ત નેમ ચેન્જર, ગેમ ચેન્જર નહીં

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
ભાજપ અધ્યક્ષ અમિત શાહના રાજ્યસભાના પહેલા ભાષણનો જવાબ આપતાં કોંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદે એવું કહ્યું કે ભાજપ સરકાર ફક્ત નેમ ચેન્જર, ગેમ ચેન્જર નથી. કોંગ્રેસે ગૃહમાં ભાજપ પર યુપીએ સરકારની યોજનાઓને નવા રૂપરંગમાં રજૂ કરવાનો આક્ષેપ કર્યો. આઝાદે કહ્યું કે અમિત શાહે તેમના પહેલા ભાષણમાં સરદાર પટેલના નામનો ઉલ્લેખ કર્યો નથી તે જોઈને મને નવાઈ લાગી. તેમણે ઉમેર્યું કે અમિત શાહ અને ભાજપના બીજા નેતાઓએ ગુજરાત ચૂંટણીના પ્રચાર દરમિયાન સરદાર પટેલ વિશે ઘણી વાતો કરી હતી, ભાજપના નેતાઓએ તો એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન કર્યું હતું. આઝાદે કહ્યું કે ભાજપ સરકાર ફક્ત નેમ ચેન્જર બની છે ગેમ ચેન્જર નહીં. ભાજપે ઓલ ઈન્ડીયાનું નામ બદલીને ન્યૂ ઈન્ડીયા કરી નાખ્યું. ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અમિત શાહે સોમવારે સંસદના ઉપલા ગૃહમાં પોતાના પહેલા ભાષણમાં કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો.અમિત શાહે યુપીએ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે ૨૦૧૩ માં દેશનું ભવિષ્ય દિશાવિહન હતું, મહિલાઓ અસુરક્ષિત મહેસૂસ કરતી હતી. સીમાઓની રક્ષા કરનાર જવાન રાજકીય નિર્ણયને કારણે પોતાના શૌર્યનું પ્રદર્શન કરી શકતા નહોતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

  નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
  Read more
  National

  મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

  જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
  Read more
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.