Gujarat

સાત સિંહોનો ફાર્મ હાઉસના પતરા ફાડી બળદનો શિકાર

અમરેલી, તા. ૧૨
ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. આવામાં એક અજીબ ઘટના સામે આવી છે. ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ત્યારે આ વિચિત્ર ઘટનાથી વનવિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું.
સિંહોએ આયોજનબદ્ધ રીતે શિકાર કર્યો હોય તેવી આ પહેલી ઘટના હતી. એકસાથે સાત સિંહોએ કેવી રીતે શિકાર કર્યો તે જાણીને વનવિભાગના અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા હતા. તો બીજી તરફ સ્થાનિક લોકો પણ ડરમાં આવી ગયા છે. બન્યું એમ હતું કે, ગઈકાલે મોણવેલ ગામની સીમમાં એકસાથે ૭ સિંહ આવી ચઢ્યા હતા. ખેડૂત કનુભાઈ કોટડીયાના ફાર્મ હાઉસમાં બનેલી આ ઘટના છે. જે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. જેમાંથી ૨ સિંહોએ ઓરડીના લોખંડનાં દરવાજાની બહારથી અંદર નિરીક્ષણ કર્યું. જ્યારે અન્ય સિંહ શિકાર હાથમાંથી છટકી ન જાય તે માટે બહાર ગોઠવાયા હતાં. જો કે અંદર પ્રવેશ કરી ન શક્યા. જેથી ચોરની જેમ સિંહો ૫૦ ફુટનાં સિમેન્ટનાં પતરાનાં મકાનની ઉપર ચઢ્યા હતા. અંદર જવા માટે બાધારૂપ બનેલા પતરાઓને તેઓએ તોડી પાડયા હતા. આમ, ફરજામાં ઘૂસવામાં સફળ થયેલા સિંહોએ બળદનું મારણ કર્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.