Gujarat

સામૂહિક આપઘાતના બનાવમાં સારવાર હેઠળ રહેલા બે બાળકોનાં મોત

અમરેલી, તા.૧૭
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બરબટાણા ગામે ગઈકાલે માતાએ ઝેરી દવા પી બાદમાં તેના ત્રણ સંતાનોને પણ ઝેરી દવા પીવડાવતા માતા અને તેની મોટી પુત્રીનું ગઈકાલે મોત થયા બાદ આજે ભાવનગર ખાતે સારવારમાં રહેલ બે બાળકોનાં પણ મોત નિપજ્યા હતા. રાજુલા તાલુકાના બરબટાણા ગામે રહેતા જીતુભાઇ હિંમતભાઇ રાઠોડ જાતે લુહારની પત્ની સોનલબેન જીતુભાઇ રાઠોડ (ઉ.વ.૩૫)એ ગઈકાલે પ્રથમ તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને બાદમાં તેના ત્રણ સંતાનો ક્રિષ્ના (ઉ.વ.૩) અને નયના (ઉ.વ.૫) તેમજ પુત્ર દર્શન ૮ માસને પણ ઝેરી દવા પીવડાવી હતી. જેમાં સોનલબેનનું ઘટનાસ્થળેજ મોત થયું હતું જ્યારે તેના ત્રણેય સંતાનોને મહુવા સારવારમાં મોકલ્યા હતા જ્યાં ક્રિષ્ના (ઉ.વ.૩)નું સારવાર મળે તે પહેલાં મોત થયું હતું જ્યારે અન્ય પુત્રી નયના (ઉ.વ.૫) તેમજ પુત્ર દર્શન ૮ માસની હાલત નાજૂક હોવાથી મહુવાથી ભાવનગર ખાતે સારવારમાં ખસેડ્યા હતા. પરંતુ આજરોજ નયના તેમજ દર્શનનું પણ મોત થતાં જીતુભાઈનું પરિવાર સાફ થઇ ગયું હતું. જીતુભાઇ રાઠોડ પળવારમાં તેનો પરિવાર ખોઈ નાખતા ભાંગી પડ્યા હતા. લુહાર પરિવારના જીતુભાઇ રાઠોડ છેલ્લા કેટલાક સમયથી બેકાર હોઈ સુરત ખાતે હીરા ઘસતા હતા પણ ત્યાં કામ સારૂં ન ચાલતા વતન બરબટાણા પરત આવ્યા હતા પરંતુ ત્યાં પણ હીરાનું કામ બરાબર ન ચાલતા બેકારીથી કંટાળી જીતુભાઈના પત્ની સોનલબેને આ પગલું ભર્યું હતું. આ બનાવથી સમગ્ર જિલ્લામાં અરેરાટી મચી ગઈ હતી. આ અંગે રાજુલા પોલીસે તજવીજ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.