International

સુદાન-ઓમાને અમેરિકાની ચૂંટણી સુધી ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવવાનું મોકૂફ રાખ્યું

 

(એજન્સી) તા.૫
એક ઇઝરાયેલી અખબારે એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે કે સુદાન અને ઓમાને ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવવા માટેની સંધિ-સમજૂતી હવે અમેરિકાની ચૂંટણી બાદ મોકૂફ રાખી છે. ઇઝરાયેલના અખબાર મારીવ-રાય-અલ-યુવમના અહેવાલમાં જણાવ્યું હતું કે બંને આરબ દેશો અમેરિકાની ચૂંટણી પહેલા અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુને તેમની આ કિંમતી ભેટ આપશે નહીં. મારીમના અહેવાલ અનુસાર વોશિંગ્ટન સ્થિત સંયુક્ત આરબ અમીરાતના (યુએઇ) રાજદૂત યુસુફ અલ-ઓતાઇબાએ સુદાન અને ઓમાન ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો માટે ઉતાવળે ધસી રહ્યાં નથી એવા અહેવાલોને સમર્થન આપ્યું છે. સુદાન અને ઓમાન સાથે સંબંધો સામાન્ય બનાવવા માટેની સમજૂતી થઇ શકે છે એવા ઇઝરાયેલે વારંવાર આશાસ્પદ નિવેદનો કરવા છતાં હાલ તુરંત આ સંધિ થશે નહીં એવું અલ-ઓતાઇબાએ જણાવ્યું છે. દરમિયાન મારીનના પત્રકાર ગાઇડોન ઓત્ઝે દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે જેમાં પેલેસ્ટીનીઓને સ્વતંત્ર સ્ટેટ માટે અધિકાર છે એવું દોહરાવવામાં આવ્યું હતું એવા સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને ઓમાનના વિદેશ પ્રધાનની ભાષણમાં સંબંધો સામાન્ય બનાવવા અંગે ઇઝરાયેલના ઉત્સાહને ઠંડો પાડી દેવામાં આવ્યો છે. જો કે સુદાનના સૈન્ય પરિષદના નાયબ વડા મોહંમદ હમદાન દાગ્લોએ ગુરુવારે જુબામાં સુદાન ૨૪ ટીવીને જણાવ્યું હતું કે તેનો દેશ ઇઝરાયેલ સાથે સંબંધો પ્રસ્થાપિત કરી રહ્યો છે અને આ સંદર્ભમાં કોઇનાથી ડરતો નથી. તેમણે જણાવ્યું હતું કે અમે કોઇનાથી ડરતાં નથી અને ઇઝરાયેલ સાથે સંબંધો બાંધવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  સઉદી અરબે ૨,૫૬,૦૦૦થી વધુ પ્રવાસી વિઝા ધારકોને હજથી પરત ફેરવ્યા

  (એજન્સી) તા.૧૬સઉદી અરેબિયાના…
  Read more
  International

  ઇઝરાયેલે કુરબાનીના પ્રાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા ગાઝાના લોકો ઇદ-ઉલ-અઝહાની ધાર્મિક વિધિઓથી વંચિત

  ગાઝા મીડિયા ઓફિસે કહ્યું કે, આ…
  Read more
  International

  મુસ્લિમ સમુદાયે અખાતી દેશ અને વિશ્વના અન્ય વિસ્તારોમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરી

  તુર્કીની વ્યસ્ત શેરીઓથી લઈને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.