InternationalNational

સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ અનિલ અંબાણી પાસેથી ૪૩ હજાર કરોડ કેવી રીતે વસૂલવાના છો ?

 

નવી દિલ્હી,તા.૧૧
સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીની દેવાળિયા કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને એરસેલ દ્વારા સ્પેક્ટ્રમ વેચવા મામલે સરકારને સવાલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો આ કંપનીઓ તેમની બધી જ સંપત્તિ વેચી નાંખે છે તો પછી તમારે બાકીની રકમ કેવીરીત વસૂલશો? સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે આખરે આ કંપનીઓ પાસેથી ૪૩,૦૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાનો પ્લાન શું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પણી બાદ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને એરસેલના રિઝેલ્યુશન પ્લાનમાં ફેરફાર જોવા મળી શકે છે. જસ્ટિલ અરુણ મિશ્રાના અધ્યક્ષતા વાળી બેંચે જણાવ્યું કે, આખરે ન્યાય માટે સરકાર તત્પરતા કેમ દેખાડી રહી નથી. આખરે કેસ ક્યાં અટક્યો છે. બેંચમાં સામેલ જસ્ટિસ એમ.આર. શાહે જણાવ્યું કે, જો તમે વહેલી તકે અપીલ નહીં કરો તો પછી સ્પેક્ટ્રમના વેચાણની કેવીરીતે રોકી શકશો. જો સ્પેક્ટ્રમ વેચાઈ જશે તો પછી તમે શું કરશો. હકીકતમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ અને નેશનલ કંપની લો અપીલેટ ટ્રીબ્યૂનલમાં સંપત્તિ વેચવા માટે અપીલ દાખલ કરવામાં આવી છે જેના પર સુનાવણીની રાહ જોવા રહી છે.
અનિલ અંબાણીની કંપની આરકોમ અને એરસેલે જણાવ્યું છે કે, સ્પેક્ટ્ર તેમની મુખ્ય સંપત્તિ છે અને જો તેઓ તેને નહીં વેચે તો મોનેટાઈઝેશન પ્લાન ફેલ થઈ જશે. સોલિસિટર જનરલે આની વિરુદ્ધ દલીલ કરી હતી કે સ્પેક્ટ્રમ રાષ્ટ્રીય સંપત્તિ છે તેની વેચી શકાય નહીં.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.