સુરત, તા.૩૧
ઇન્ડિયન પાવર લિફિટંગ ફેડરેશન દ્વારા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોટ્ર્સ ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયાના સહયોગથી દિલ્લી ખાતે મોઇની સેકટરમાં નેશનલ પાવર લીફટિંગ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત સહિત દેશના દિલ્લી, યુપી, હરિયાણા, મહારાષ્ટ્રના ૩૦૦ લોકોએ ભાગ લીધો હતો. જેમાં સુરતમાંથી પાર્ટીસીપેટ કરનારા અકબર શેખ ૮૨.૫ કિલો કેટેગરીમાં ૧૬૨.૫ કિલો વેટમા અને ફૂલ પાવર કેટેગરીમાં ૬૩૭.૫ કિલો વેટમા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યા હતા. એ સિવાય મહિલામાં સુરતની નાઝીયા શેખ ૭૫ કિલો કેટેગરીમાં ૮૦ કિલો બેન્ચ પ્રેસમાં પ્રથમ ક્રમે આવ્યા હતા. અકબર શેખ અને નાઝીયા શેખને ઇમરાન શેખ દ્વારા આઇફિટનેસ જિમમાં પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.