સુરત, તા.૧૯
સ્ટેટ મોનીટરિંગ સેલે બાતમીના આધારે બુટલેગર શોભા દિલીપભાઈ પાટીલના નિવાસ સ્થાન ડિંડોલી મહાદેવનગર મકાન નં.૨૧૩માં દરોડા પાડ્યા હતા. પોલીસે બુટલેગર શોભા પાટીલની ધરપકડ કરી આરોપી ગુટ્ટુ, પ્રકાશ નીતિન પાટીલ નવાપુર, નાને વોન્ટેડ જાહેર કરી ૧૪૪ લીટર દેશી દારૂ, ૧૯૩૨ બોટલ કુલ રૂા.૧,૭૬,૪૬૦ અને એક મોબાઈલ ફોન કિંમત રૂા.૫૦૦ કબજે કર્યોે હતો.