Gujarat

સુરતમાં વેપારીનું કારમાં અપહરણ કર્યા બાદ રસ્તામાં છોડી મૂક્યો

(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૨
શહેરના અડાજણ હનીપાર્ક એલ.પી.સવાણી સ્કૂલ પાસે રહેતા વેપારીનું આજે બપોરના સુમારે ઘોડદોડ રોડ પરથી અપહરણ થયું હતું. જોકે, અપહરણકારો વેપારીને કારમાં ઉંચકી ગયા બાદ તેને દુર લઇ જઇ ઉતારી મુક્યો હતો બાદમાં તમામ અપહરણકારો નાસી છુટ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અપહરણની ઘટનામાં શહેર પોલીસના બે કોન્સ્ટેબલોના નામ ચર્ચાઇ રહ્યાં છે જેમાં એક સસ્પેન્ડ થયેલો પોલીસ કર્મી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના હનીપાર્ક રોડ એલ.પી.સવાણી સર્કલ નજીક રહેતા જીગ્નેશ જયસુખભાઈ પટેલ ચ્હા, કોફી અને ડિટરજન્ટ પાઉડરના હોલસેલના વેપારી છે.આજે બપોરે તેઓ ઘોડદોડ રોડ વેસ્ટ ફિલ્ડ મોલ, નજીક હતા તે સમય દરમિયાન અજાણ્યા ત્રણ જેટલા ઇસમો તેને ખાનગી વાહનમાં ઉચકી ગયા બાદ તેને ત્યાર બાદ દૂર લઈ જઈને તેમને ગાડીમાંથી ઉતારી મુક્યા હતા. આ ઘટના બનતાની સાથે જ શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, જીગ્નેશભાઈનું અપરહરણ રૂપિયાની લેતી દેતીના મામલે કરવામાં આવ્યાનું કહેવાય છે અને અપહરણકારોમાં શહેર પોલીસના બે જવાનોના નામ પણ હાલ ચર્ચાઈ રહ્યું છે. ત્રણ-ચાર દિવસ પહેલા આઈ પી. મીશન સ્કૂલ પાસેથી પણ તેનું અપરહણ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જીગ્નેશભાઈનું કહેવું છે ઉપરાંત તેઓ જ્યારે સ્ટાર બજારમાં ખરીદી કરવા ગયા ત્યારે પણ તેમની પાછળ અજાણ્યા લોકો આંટાફેરા મારતા હોવાની તેમને આશંકા વર્તાઇ હતી. જો કે, હજુ સીધી જીગ્નેશ પટેલના અપહરણ અંગે રહસ્ય અકબંધ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.