Gujarat

સુરતમાં શાકભાજીના વેચાણ માટે યોગ્ય વ્યવસ્થા ન કરાતાં ખેડૂતો અટવાયા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
સુરત શહેરમાં બુધવારથી શાકભાજી , ફળ – ફળાદી સુરત શહેરના છુટક વેપારીઓને સીધુ વેચાણ કરી શકાય તે માટે તંત્ર દ્વારા અમુક વિસ્તારોમાં સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ચોર્યાસી, બારડોલી, મહુવા અને પલસાણા તાલુકાના ખેડૂતો માટે ભિમરાડ એસ.એમ.સી. પ્લોટ, ભેસ્તાન એસ.એમ.સી. પ્લોટ ખાતે તેઓ વેચાણ કરી શકશે. આ ઉપરાંત ઓલપાડ તાલુકાના ખેડૂતો પાલનપુર ભેંસાણ પ્રેસ્ટીજ રેવન્ટા પાસે ગૌરવપથ રોડ ખાતે આવેલા એસ.એમ.સી. પ્લોટ, સુરત અને સીંગણપોર ખાતે આવેલા એસ.એમ.સી. પ્લોટ ખાતે વેચાણ કરી શકશે. આ ઉપરાંત કામરેજ, માંગરોળ, માંડવી, ઉમરપાડા તાલુકાના ખેડૂતો મોટાવરાછા ગોકુલધામ સોસાયટીની પાસે આવેલા એસ.એમ.સી.ના પ્લોટમાં શાકભાજીનું વેચાણ કરી શકશે. આ માટે ખેડૂતોએ સવારે ૧૧થી સાંજના ૫ાંચ વાગ્યા સુધીમાં પોતાનો ખેત ઉત્પાદકનો માલ લાવવાનો રહેશે. આ સમય દરમ્યાન માર્કેટમાં પ્રવેશતા કાછીયા, નાના વેપારી, હાથ લારી, છકડો, રીક્ષા, ટેમ્પો વગેરે જેવા વાહનોમાં માલ લઇ જવા દેવામાં આવશે. પરંતુ બુધવારે નિયત કરેલા સ્થળો પર હંગામી ધોરણે શરૂ કરાયેલી શાકભાજી માર્કેટમાં હજુ સુધી લેવલીંગ સહિતની કામગીરી ચાલી રહી છે. ખેડૂતો પોતાનો માલ લઇને ત્યાં વેચાણ માટે આવ્યા હતા. કલાકો સુધી કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ પોતાનો માલ વેચી શકયા ન હતા. તંત્રની નિષ્કાળજી અને લાપરવાહીના પગલે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. ઉલ્ટાનું લોકોને શાકભાજી મળ્યું ન હોવાનું જાણવા મળ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.