(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
સામાન્ય રીતે ગરમીમાં જ જોવા મળતાં સ્વાઇનફ્લૂ રોગના લક્ષ્ણો હવે ગરમીમાં પણ જોવા મળી રહ્યા છે.જેથી સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આવા દર્દીઓની લાઇનો લાગી જવા પામી છે.ત્યારે ગત જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિનામાં ૧૨૦ થી પણ વધુ દર્દીઓ નોંધાયા હતા. એટલા બીજા ૧૦૦ દર્દીઓ છેલ્લા દસ દિવસમાં જ નોંધાયા છે.
સુરત મનપાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં સ્વાઇન ફ્લૂના નવા ૧૨ કેસો નોંધાયા છે. શહેરમાં જુદી જુદી હોસ્પિટલમાં ૫૮ દર્દીઓ સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહ્યાં છે. તેમાંથી ૪૧ની હાલત સ્ટેબલ છે. ૩ને વેન્ટીલેટર ઉપર મૂક્યા છે. ૧૪ દર્દીને ઓક્સિજન સપોર્ટ અને બાઇપેપ સિસ્ટમ ઉપરમૂકવામાં આવ્યા છે. શહેરમાં સ્વાઇન ફ્લૂના કેસો ઉપર છેલ્લા ઘણાં સમયથી અધ્યયન કરી રહેલાં જાણકરોનું કહેવું છે કે જ્યાં સુધી ગરમી પુરેપુરી નહીં પડવા માંડશે ત્યાં સુધી સ્વાઇન ફ્લૂના વાયરલ એક્ટિવ રહેશે. લોકો માટે હમણાં અવરનેસ એજ સૌથી મોટો સહારો છે. તદઉપરાંત સવારે આઠ વાગ્યા સુધીમાં કુમળા તડકામાં રહેવાથી ઘણે અંશે બચવા માટેની શક્યતા રહે છે. સામાન્ય રીથે હોળી બાદ ગરમી શરૂ થઇ જાય છે. એટલે હોળી સુધી તો આ રીતે કેસ વધવાની શક્યતા નકરી શકાય તેમ નથી.