Gujarat

સુરત-મુંબઈના વેપારીઓ પાસેથી કરોડોના હીરા ખરીદીને કોશિયાબંધુ ફરાર

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
સુરત-મુંબઈના વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાના હીરા ખરીદીને રૂપિયા નહીં ચૂકવી પેઢી બંધ કરીને નાસી જઈ ઉઠમણું કરનાર શ્માયાન્તક ડાયમંડના વિજય કોશીયા અને હિંમતભાઈ કોશીયા વિરૂદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.
અંધેરી-મુંબઈમાં વીરા દેસાઈ રોડ પર ન્યૂ ચંદ્ર કો. સોસાયટીમાં રહેતા શૈલેશ ઇંદુલાલ દોશી બીકેસીમાં પ્લુઝનીક ડાયમંડના નામથી હીરાનો વેપાર કરે છે. ૨૦૧૫માં હીરા દલાલ પવનકુમાર શર્માના માધ્યમથી તેમનો પરિચય સુરતના હીરા વેપારી વિજય ગોપાલ કોશીયા અને હિંમતભાઈ જી.કોશીયા સાથે થયો હતો. વિજય અને હિંમતભાઈ સુરતમાં કતારગામ ખાતે નંદુ ડોશીની વાડી પાસે અક્ષર બિલ્ડિંગમાં શ્યામાન્તક ડાયમંડના નામે વેપાર કરતા હતા. વિજય અને હિંમતભાઈ જુલાઈ ૨૦૧૮માં શૈલેશ દોશીની બેલ્જિયમમાં આવેલ ઓફિસે ગયા હતા. ત્યાંથી શૈલેશ દોશી સાથે સંપર્ક કરીને ૨૦૩૭૯૧ ડોલરની કિંમતના ૧૯૦૮.૨૩ કેરેટ રફ રીયલ ડાયમંડ ખરીદ્યા હતા. તે સમયે એક લાખ ડોલર ચૂકવી દીધા હતા. બાકીના ૧,૦૩,૭૯૧ ડોલર ( આશરે ૭૨ લાખ રૂપિયા) ૧૨૦ દિવસમાં ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. ૧૨૦ પૂરા થયા બાદ પણ કોશીયા ભાઈઓએ રૂપિયા ચૂકવ્યા નહતા. ત્યાર બાદ તેઓએ ૨૦ દિવસમાં રૂપિયા ચૂકવવાનું લખાણ લખી આપ્યું હતું. બાદ પણ તેઓએ રૂપિયા ચૂકવ્યા નહતા અને ફોન પણ બંધ કરી દીધો હતો. ફેબ્રુવારી ૨૦૧૯માં શૈલેશ દોશી પોતે સુરત આવીને શ્યામાન્તક ડાયમંડ ખાતે ગયા હતા. પરંતુ ત્યાં કોશીયા ભાઈઓ પેઢી બંધ કરીને નાસી ગયા હતા. તેથી શૈલેશ દોશીએ વિજય કોશીયા અને હિંમતભાઈ કોશીયા વિરૂદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.