Gujarat

સુરેન્દ્રનગરના ધોળધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદાનું પાણી આપવા નવતર પોન્ટુન યોજનાનું આયોજન

(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૭
સુરેન્દ્રનગર શહેરના ધોળધજા ડેમમાંથી લોકો સુધી નિયમિત પાણી મળતું રહે અને ત્રણ લાખની શહેરી જનતામાં પાણી માટે દેકારો ના સર્જાય તે માટે સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમમાં ૧પ જેટલા પંપો તરતા મૂકવામાં આવ્યા છે. જેના કારણે સુરેન્દ્રનગર વઢવાણના ત્રણ લાખ શહેરીજનોને સમયસર પાણી મળતું રહે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં ધોળીધજા ડેમ ૧૯પ૯માં બંધાવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર વઢવાણ શહેરની શહેરી ત્રણ લાખની જનતા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને સાથોસાથ ૩૦૦ ગામડાઓને પણ પીવા માટેનું પાણી આ ડેમ પૂરૂં પાડે છે.
ત્યારે આ ધોળધજા ડેમમાં અવાર-નવાર પાણીના વધઘટ સર્જાતા રહે છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઝાલાવાડની વસ્તીને નિયમિત પાણી પહોંચાડવા માટે મોટી સમસ્યા ઉદભવતી હતી. ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે હાલમાં સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમમાં ૧પ જેટલા તરતા પંપો પાણીમાં ઉતારવામાં આવ્યા છે. જેના કારણે પાણીનું લેવલ આગળ-પાછળ કે પછી ઊચું કે નીચું ન થાય અને લોકોને સમયસર પાણી પણ મળી રહે તે માટે નવતર વ્યવસ્થા કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રની મુખ્ય નહેર સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે. ત્યારે લખતર વિરમગામ વચ્ચે કંડું પમ્પીંગ સ્ટેશનથી કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વઢવાણ હળવદ લખતર ધ્રાંગધ્રા લીંબડી તાલુકા સહિત કુલ ૩પર ગામોને નર્મદા યોજનાના પાણીનો લાભ હાલમાં પણ મળી રહ્યો છે. પાણી યોજના સાથે જોડાયેલા ઈજનેર દ્વારા જણાવવામાં આવેલ કે ધોળીધજા ડેમમાં પોન્ટુનનો પ્રયોગ કરાયો છે. સુરેન્દ્રનગર-વઢવાણમાં પાણીની તંગી ના પડે અને સૌરાષ્ટ્ર કચ્છ સુધી પણ પાણી મળતું રહે. એ માટે સુરેન્દ્રનર વઢવાણ નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા સરકારના સીધા જ માર્ગદર્શન હેઠળ આયોજન હાથ ધરવામાં આવેલ છે. વઢવાણ શહેરમાં પાણી પહોંચાડવા માટે તકલીફ પડે નહીં તે માટે હાલમાં નગરપાલિકા દ્વારા ખાસ કરીને ટુવે લાઈન કરવાનું કરીને આયોજન કરી રહી છે.
પરંતુ પોન્ટુલ એટલે તરત આ પંપોનું આયોજન જો ન થાય તો વઢવાણ નગરપાલિકાને પાણી આપવામાં વઢવાણ શહેરને ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. સુરેન્દ્રનગરના આ ધોળીધજા ડેમમાં તરતા પંપો મૂકી ક્યાં કોને કેટલું પાણી મળનાર છે ? એની આ વિગતો જોતા સુરેન્દ્રનગર ૧૮ એમ.એલ.ડી. પાણી આપવામાં આવનાર છે. વઢવાણને ૯ એમએલડી પાણી મળશે. આમ આ બંને જોડિયા નગરોને ર૭ એમએલડી પાણી મળશે. સોૈરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગરના આ ધોળધજા ડેમમાંથી હાલ ૯૯ એમએલડી પાણી આપવામાં આવનાર છે.
જિલ્લાના નાના મોટા તાલુકાઓમાં ૭૦ એમએલડી પાણી આપવામં આવનાર છે. આમ સુરેન્દ્રનગર જિલ્લાો અને તેના તાલુકાઓ મળી અને દરરોજનું ૧૯૬ એમ.એલ.ડી. પાણી માટેની જરૂરિયાત હોવાનું જણાવવામાં આવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.