Ahmedabad

સુરેન્દ્રનગરના માલવણ ખેરવા પાસે અરેરાટીભર્યો અકસ્માતનો બનાવ ડમ્પરે કારને અડફેટે લેતાં લાગેલી આગમાં સાત જણા જીવતા ભૂંજાયા !

ચોટીલાથી દર્શન કરી પરત ફરતા સર્જાયો અકસ્માત : મહિલાનો બચાવ

(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૧
સુરેન્દ્રનગર પાટડીના ખેરવા નજીક ડમ્પરે કારને અડફેટમાં લેતા કારમાં ભયાનક આગ લાગતાં અને કારમાં સવાર ૭ લોકોના કારમાં જ સળગી જતા કરૂણ મોત નીપજ્યા છે. અકસ્માતમાં મોત પામનાર તમામ મૃતકો નાઇ સમાજના અને પાટણ જિલ્લાના રાઘનપુર તાલુકાના નાનાપુરા ગામ અને સાંતલપુર તાલુકાના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે . કમનસીબે મોત પામનાર તમામ ૭ વ્યક્તિ એક જ પરિવારના સભ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ અકસ્માતમાં બે પરીવારોના તમામ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. જેમાં તસ્વીરમાં જણાતા એક જ પરીવારના ૪ સભ્યો જે સાંતલપુરના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે. પતિ, પત્ની અને ૦૨ બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ૦૩ લોકો પણ નાનાપુરા ગામના એક જ પરીવારના સભ્યો છે . જેમાં પતિ, પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે.
આ તમામ લોકો શુક્રવારે ચોટીલા ખાતે દર્શન કરીને પરત ફરતા મોડીરાત્રે અકસ્માત સર્જાતા કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અકસ્માતમાં આબાદ બચાવ થયેલ મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયેલ છે.
હાલમાં સમગ્ર અકસ્માત મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. તો નાનાપુરા અને કોરડા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. આ બાબતની જાણ સુરેન્દ્રનગર ડીવાયએસપી પટેલને થતા તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઈ સમગ્ર માહિતી મેળવી મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. ત્યારે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને તમામ આ ઘટનામાં મૃતકોના અંગોની ગાંસડી બાંધીને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાસ્થળે જ ૭ વ્યક્તિના મોત નિપજ્યા છે ત્યારે મૃતકોના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર ડીવાયએસપી પટેલ દ્વારા આ બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ડમ્પર ચાલકની પણ હાલમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એક સાથે સાત લોકોના ઘટના સ્થળે મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.