Gujarat

સુરેન્દ્રનગર શહેરના વિકાસ માટે કોંગ્રેસ દ્વારા રાત્રિ ધરણાનું આયોજન

સુરેન્દ્રનગર, તા.૧પ
સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતનાં પાટનગરથી સૌથી નજીક આવેલ છે અને અવાર-નવાર ગુજરાતનાં મુખ્યમંત્રીથી માંડીને રાજકીય મહાનુભાવો દ્વારા અહીંની મુલાકાત લેતા હોવા છતાં આ જિલ્લો અતિ પછાત રહેવા પામેલ છે.
ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે, જેને ઉજાગર કરવા અને પ્રજામાં જનજાગૃતી લાવવા સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિના કમલેશ કોટૅચા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ સુબોધ જોષી, મહાદેવ દલવાડી, રોહીત પટેલ, મુસાભાઇ, સાહીર સૉલંકી, મહૅબુબખાન મલીક શહેરની જનતાને સાથે રાખીને સુરેન્દ્રનગર શહેરના સર્વાંગી વિકાસ માટે “લોક જાગૃતિ અભિયાન” રાત્રિ ધરણા”નો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં શહેરના વિકાસ માટે કાર્યરત તમામ નાગરિકોને ઉપસિથત રહેવા અનુરોધ કરાશે.
સુરેન્દ્રનગરની નગર પાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે કેમ વિલંબ થઈ રહ્યો છે, તેના માટે સામૂહિક રીતે સરકાર શ્રીમાં રજૂઆત કરી અને મહાનગરપાલિકા બનાવવા પરિણામલક્ષી ઉકેલ લાવી ભાવી પેઢીને સુવિધાયુક્ત શહેર આપીએ.
અંતરિયાળ ગ્રામિણ વિસ્તારોમાંથી કામકાજ માટે શહેરમાં આવવા જવા મુસાફરી કરતા લોકો તેમજ વિદ્યાર્થીઓ, તથા સુરેન્દ્રનગર શહેરના નાગરિકો માટે સંપૂર્ણ સગવડતા યુક્ત આધુનિક બસ સટેન્ડ બનાવવાની ફક્ત વાતો ચાલે છે પણ અમલ કરવામાં આવતો નથી. જેની પણ સરકારશ્રીમાં રજૂઆત કરી અને શહેરને આધુનિક બસ સ્ટેશન અપાવવા સહભાગી થઈ એ.
સુરેન્દ્રનગર શહેરમાં પરિવાર સાથે રજાના દિવસોમાં ફરવા માટે ધોલી ધજા ડેમ પર પાર્ક બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાર બાદ ઘણો સમય વીતવા છતાં પાર્ક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેથી સૌ સાથે મળીને શહેરને સંપૂર્ણ સુવિધા યુક્ત આધુનિક બનાવીએ અને શહેરની ૧૫૦ બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હૉસ્પિટલમાં વિવિધ ફૅકલટીના નિષ્ણાંત તબીબોની નિયુક્તિ કરવામાં સતત પ્રયત્નશીલ રહી રજૂઆત કરતા રહીએ તેવી અપીલ કરાઈ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.