Ahmedabad

સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીને લઈને એનએસયુઆઈ એબીવીપીના સામસામે દાવા

અમદાવાદ,તા.૯
ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી એનએસયુ અને એબીવીપી સામ-સામે આકોપ કરી રહ્યા છે. આ અંગે એબીવીપીએ ગુરૂવારના રોજ એક કાર્યક્રમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યાં જયાં ઓફિસ સંબંધી સીસીટીવી ફુટેજ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં મતદાન સંબંધિત દસ્તાવેજ રજુ કરવામાં આવ્યા હતા. આ અંગે એબીવીપીના ખુશ પંડ્યાને દાવો કર્યો હતો કે યુવાનો વેલ્ફેરની ચૂંટણી માટેની વિગતો આપે છે પરંતુ કોલેજની મતદાર યાદીમાં તેઓના નામ નથી. આમા અમને એનએસયુઆઈની સંડોવણીની શંકા છે. પરંતુ એનએસયુએ જણાવ્યું હતું કે ચૂંટણી થવાની હોત ત્યારે એબીવીપી દ્વારા જુઠા કાવાદાવા કરી વિવાદી સર્જી ચૂંટણી રદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન વી.સી. હિમાંશુ પંડ્યાએ અધિકારીઓને એબીવીપીને સીસીટીવી ફુટેજ પુરૂ પાડવાની સૂચના આપી હતી.