Gujarat

સૌતને મકાનનું તાળું તોડી ઘરનો સામાન બહાર ફેંકી મહિલા અને તેની પુુત્રીને ફટકારી

(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૩
શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાની સૌતને બળજબરી દરવાજાનું તાળું તોડી તેના ઘરુમાં ઘુસી જઇ કબજો કરવાના પ્રયાસે મહિલાને તથા તેની પુત્રીને મારમારી ઘરનો સરસમાન બહાર ફેંકી તોફાન મચાવ્યું હતું. આ અંગે મહિલાએ સૌતન તથા તેના સાવકા પુત્રો અને વહુ વિરુધ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન કાશીરામ ત્રિપાઠી બે દિવસ અગાઉ ઘરના દરવાજાને તાળુ મારીને બહાર ગયા હતા ત્યારે તેમના સૌતન આરોપી રામકાબેન તથા તેના ચાર પુત્રો અશોક, શિવાજી, ક્રિષ્ણા, રાજુ તથા વહુ સુનીતા, રાધા તેમજ અન્ય એક મહિલા સહીત લઈને લક્ષ્મીબેનના ઘરે પહોંચી ગઈ હતી અનેે બળજબરી દરવાજા ઉપર લગાડેલ તાળુ તોડીને અંદર ધુસી જઈ અંદરથી સામાન બહાર ફેંકવા લાગી હતી. તેનુ તોફાન જોઈ એક પાડોશી મહિલાએ લક્ષ્મીબેને જાણ કરી હતી જેથી તેઓ તાત્કાલિક પુત્રી ગીતાને લઈને ઘરે આવ્યા હતા તથા ઘરનું દશ્ય જોઈ ચોકી ગયા હતા તેમજ રામકાબેન અને તેના પુત્રોએ મળી લક્ષ્મીબેન અને તેમની પુત્રીને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા અને ઘર પચાવવાના ઈરાદે તેમની પુત્રી ઉપાડી જઈ પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે લક્ષ્મીબેને તમામ વિરૂદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.