Ahmedabad

સૌ કોઈ ડરેલા છે, મલ્ટીપ્લેક્ષમાં પદ્માવત રિલીઝ નહીં થાય

અમદાવાદ, તા.ર૦
પદ્માવત ફિલ્મના વિરોધમાં રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મને રિલીઝ કરવાનો આદેશ કર્યો છે. ત્યારે આ ફિલ્મને રિલીઝ કરાશે તો કરણી સેનાએ થિયેટરો સળગાવી દેવાની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે ડરી ગયેલા મલ્ટીપ્લેક્ષના માલિકો ડર્યા માર્યા ફિલ્મ રિલીઝ નહીં કરવાનું નક્કી કર્યું છે. એટલે કે મલ્ટીપ્લેક્ષ એસોસિએશને પદ્માવત ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. એટલે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા આદેશની અવગણના કરીને પણ મલ્ટીપ્લેક્ષ થિયેટરો સળગાવી દેવાની ધમકીઓ અપાતી હોય તો શું આને હિંસા કહેવાય નહીં ? સુપ્રીમ કોર્ટે વિવાદિત પદ્માવત ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય કરતા જ ભાજપ શાસિત રાજ્યો માટે ફિલ્મની રિલીઝનો મુદ્દો માથાનો દુઃખાવો બની ગયો છે. કેમ કે પદ્માવત ફિલ્મ ઉપર ભાજપ શાસિત રાજ્ય સરકારોએ પદ્માવત ફિલ્મ ઉપર બેન લગાવી દીધો હતો. ત્યારે હવે સુપ્રીમે ફિલ્મ રિલીઝ કરવાનો આદેશ આપતા રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝના કરવા માટે આ ફિલ્મના વિરોધમાં રાજપૂત સમાજે વિવિધ વિસ્તારોમાં ચક્કાજામ કરીને આકરો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે રાજપૂત સમાજ અમે કરણી સેના દ્વારા પદ્માવત ફિલ્મ રિલીઝ કરાશે તો થિયેટર સળગાવી દેવાની ચીમકી આપવામાં આવી છે. ત્યારે મલ્ટીપ્લેક્ષના માલિકો એ નુકસાન ભોગવવા તૈયાર નથી. ત્યારે આ મુદ્દે ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશનના રાકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં કયાંય પણ પદ્માવત ફિલ્મનું સ્ક્રીનીંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મને લઈને લોકોમાં આક્રોશનો માહોલ છે. મલ્ટીપ્લેક્ષના માલિકો કોઈ નુકસાન સહન કરવા માંગતા નથી. સૌ કોઈ ડરેલા છે.